- ઈમરાન ખાનના સમર્થકો દ્વારા મોટાભાગે અરજી કરાઈ
- લાહોર કોર્ટમાં સૌથી વધુ અરજી કરાઈ
- ઈસ્લામાંબાદ કોર્ટમા પણ બે અરજી કરાઈ
ચૂંટણીમાં ધાંધલ ધમાલને લઈને પાકિસ્તાનની તમામ અદાલતોમાં ઘણી અરજીઓ દાખલ કરવામાં આવી છે, જેમાંથી મોટાભાગની અરજીઓ જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના સમર્થિત ઉમેદવારો દ્વારા દાખલ કરવામાં આવી છે. આ ઉમેદવારોએ સામાન્ય ચૂંટણીના પરિણામો તેમજ નવાઝ શરીફ અને તેમની પુત્રી મરિયમ નવાઝની જીતને પડકારી છે.સત્તાનો તાજ કોની પાસે રહેશે અને કયો પક્ષ દેશની બાગડોર સંભાળશે તે જાણવાની દરેક વ્યક્તિ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ચૂંટણી દરમિયાન ગોટાળાના આક્ષેપો સતત થઈ રહ્યા છે.
કોર્ટમાં અરજી
પાકિસ્તાનની ચૂંટણી દરમિયાન ઘણા રાજકીય પક્ષો વચ્ચે ધમાલ થઈ હતી,તો આ તમામની વચ્ચે પાકિસ્તાનની અલગ-અલગ કોર્ટોમા અરજીઓ પણ કરવામા આવી છે,ઘણી અરજીઓ ઉમેદવારો તો ઘણી અરજીઓ તેમના સમર્થકો દ્રારા કરવામા આવી રહી છે,જેમાંથી મોટાભાગની અરજીઓ જેલમાં બંધ ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાન દ્વારા સમર્થિત ઉમેદવારો દ્વારા દાખલ કરવામાં આવી છે. આ ઉમેદવારોએ સામાન્ય ચૂંટણીના પરિણામોને પડકાર્યા છે. મોટાભાગની અરજીઓ લાહોર હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી છે.પીટીઆઈ દ્વારા સમર્થિત બે ઉમેદવારોએ ઈસ્લામાબાદ હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે. જ્યાં ત્રણ અરજીઓ દાખલ કરવામાં આવી છે.
વકીલ દ્રારા કરાઈ અરજી
વકીલ મૌલવી ઇકબાલ હૈદર દ્વારા પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે જેમાં તમામ ચૂંટાયેલા અપક્ષ ઉમેદવારોને તેમની જીતની સત્તાવાર સૂચના મળ્યાના ત્રણ દિવસમાં રાજકીય પક્ષમાં જોડાવા માટે ફરજ પાડવાની માંગ કરવામાં આવી છે. અરજદારે બંધારણના અનુચ્છેદ 51ને ટાંકીને કોર્ટને આ વિનંતી કરી છે. ઈકબાલ હૈદરે કોર્ટને જણાવ્યું કે ચૂંટણીમાં 17 હજાર 816 ઉમેદવારોએ ભાગ લીધો હતો, જેમાંથી લગભગ 11 હજાર 785 ઉમેદવારોએ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી.


