- AMCના અંદાજે રૂ.1,950 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે
- જૂના વાડજમાં 588 આવાસો અને ગુજરાતી શાળાનું લોકાર્પણ કરશે
- મિરચી ગ્રાઉન્ડમાં જાહેર સભા : SGVP ગ્રાઉન્ડમાં ગાંધીનગર પ્રીમિયર લીગનું ઉદઘાટન
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતશાહ દ્વારા આવતીકાલ તા. 12 ફેબ્રુઆરીના રોજ AMCના અંદાજે રૂ.1,950 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. ગાંધીનગર લોક્સભાનાં સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મ્યુનિ.નાં સવારે 10 કલાકે થલતેજ હેલ્થ સેન્ટર, સવારે 10-30 કલાકે જુના વાડજ રામાપીરનાં ટેકરા ખાતે 588 આવાસોનુ તથા સવારે 10-45 વાગ્યે જુના વાડજ બસ સ્ટેન્ડ પાછળ નવનિર્મિત ગુજરાતી શાળાનુ લોકાર્પણ કરશે. અખબારનગર નજીક નિર્ણયનગર અંડરપાસ પાસેનાં મિરચી ગ્રાઉન્ડ ખાતે જાહેર સભાનું સંબોધન કરવાની સાથે મ્યુનિ.નાં રૂ.1,950 કરોડનાં વિકાસકાર્યોનાં લોકાર્પણ તેમજ ખાતમુહર્ત કરશે. ગાંધીનગર પ્રીમીયમ લીગનું સાંજે 4.30 કલાકે SGVP ગ્રાઉન્ડ, છારોડી ખાતે ઉદઘાટન કરશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવનાર લોકાર્પણ પ્રંસગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આરોગ્યમંત્રી સહકારમંત્રી જગદીશ વિશ્વકર્મા, સાંસદો, ધારાસભ્યો, મ્યુનિ. હોદ્દેદારો અને કોર્પોરેટરો તથા કાર્યકરો- નાગરિકો ઉપસ્થિત રહેશે.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને જણાવ્યું હતું કે, AMCના રૂ. 1,950 કરોડનાં વિકાસકાર્યો પૈકી સૌથી વધુ કામો ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં કરાયા છે. જેમાં સિંધુભવન અને પ્રહલાદનગર મલ્ટિલેવલ પાર્કિંગ, મકરબામાં રેલ્વે અંડરપાસ, ગુરુકુળ રોડ, રાજપથ કલબ, ચાંદલોડિયા, સરખેજ વોર્ડમાં નવા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન તેમજ રાણીપ, વ્યાસવાડી, જોધપુર, સરખેજ, વેજલપુર, ગોતા, જગતપુર, ભાડજ વગેરે જગ્યાએ નવી આંગણવાડીનાં કામોનુ લોકાર્પણ તથા ખાતમુર્હત કરાશે.
થલતેજ વોર્ડમાં સિંધુભવન રોડ ઉપર પાર્ટીપ્લોટનુ તથા મ્યુનિ.નાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે લગાવાયેલાં સોલર સિસ્ટમનુ લોકાર્પણ પણ કેન્દ્રીય ગૃહમંત્રીનાં હસ્તે કરાવવામાં આવશે.


