- યુવતી સાથે મોબાઇલમાં વાત કરતા ઝડપી યુવકનું અપહરણ કરી વાડીએ લઇ ગયા હતા
- પોલીસે નવમાંથી 4 આરોપીઓની ધરપકડ કરી શોધખોળ હાથ ધરી
- પોલીસની ટીમે ચાર આરોપીઓને ઝડપી લઇ બીજા આરોપીઓની શોધખોળ હાથ ધરી છે
મુળી તાલુકાના વીરપુર ગામના યુવકને નાડધ્રી ગામના 9 શખ્સો વીડવાળી વાડીએ ઉપાડી લઇ જઇ માર મારતા નાડધ્રી ગામના 9 શખ્સો સામે મુળી પોલીસે ફરીયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર જર,જોરૂ અને જમીન કજીયાના છોરૂ મોટાભાગે આ ત્રણ મામલે જ ઝગડા થતા હોય છે.ત્યારે મુળી તાલુકાના વીરપુર ગામના જયસુખ મેરૂભાઇ કુકવાવાને નાડધ્રા ગામની યુવતી સાથે પ્રેમસબંધ હોવાથી યુવક મોબાઇલમાં વાત કરતા સમયે યુવતીના પરીજનો જોઇ જતા યુવકને બાઇકમાં નાડધ્રા ગામની સીમની વાડીએ અપહરણ કરી લઇ ગયા હતા.જ્યાં એક સાથે નવ જેટલા શખ્સોએ લાકડી અને કમરે પહેરવાના પટા વડે યુવકને માર માર્યો હતો.યુવકને માર મારી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.આ બાબતની યુવકે મુળી પોલીસ સ્ટેશનમાં નાડધ્રી ગામના નવ શખ્સો સામે અપહરણ કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરીયાદ નોંધાવાઇ છે.
આ ગંભીર ઘટનાને લઇ મુળી પી.એસ.આઇ.ડી.ડી.ચુડાસમા સહિતની પોલીસની ટીમે ચાર આરોપીઓને ઝડપી લઇ બીજા આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.


