ગાંવ ચલો અભિયાન અંતર્ગત સિધ્ધપુર નગરવિસ્તારના વોર્ડ નં.5માં આવેલ હિંગળાજ માતાના મંદિર ખાતે ભાજપની બેઠક મળી હતી. આ બેઠકમાં સિધ્ધપુર નગરપાલિકાના પૂર્વ સદસ્ય અને જિલ્લા ભાજપ આગેવાન ધર્મેન્દ્રકુમાર ભટ્ટ, યુથ મોરચાના યશ ભટ્ટ અને મહિલા મોરચાના વોર્ડના દરેક સમાજના આગેવાન સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.


