સિદ્ધપુર એસટી ડેપોના ડ્રાઇવર કંડક્ટરે માનવતા મહેકાવી હોવાનો કિસ્સો ધ્યાનમાં આવ્યો છે. જેમાં તેમણે પોતાની એસટીમાં બેગ ભૂલી ગયેલ મુસાફરને શોધીને બેગ પરત કરી પ્રામાણિકતાની શ્વાસ ફેલાવી છે. મળતી વિગત મુજબ, સિદ્ધપુર ડેપોના ડ્રાઇવર હસમુખ છત્રાલિયા અને કન્ડકટર ઝહુરભાઈ મન્સૂરી અમદાવાદથી પાલનપુર તરફ બસ લઈને આવી રહ્યા હતા ત્યારે તેમની બસમાં એક રાજસ્થાનના વતની એવા મુસાફર મુસાફરી કરી રહ્યા હતા. આ મુસાફર પોતાનું સ્ટેશન આવતા બેગ ભૂલીને ઉતરી ગયા હતા. આ બેગની અંદર કિંમતી oppo નો કિંમતી મોબાઈલ ફોન તેમજ સેમસંગ મોબાઈલ અને સાત હજાર રૂપિયા રોકડા હતા. એ વાત ધ્યાને આવતા આ કીમતી બેગ ટી.આઇ. મણિલાલ પરમાર અને ટી.સી. વિનુભાઈની હાજરીમાં ડ્રાઇવર-કંડક્ટરએ તેમની બેગની પોતાની પાસે લઈ માલિક સુધી બેગ પરત કર્યું હતું. જેને લઈને ડેપો મેનેજર ચેતન ચૌધરીએ ડ્રાઈવર અને કંડકટર અભિનંદન પાઠવ્યા હતા.


