- અયોધ્યામાં હનુમાન ગઢીથી રામમંદિર સુધી ભક્તોની ભીડ
- ભગવાન રામના દર્શને આવનાર ભક્તોમાં આનંદની લહેર
- ઉત્તરપ્રદેશ પ્રશાસને ભીડને કાબુમાં લેવા કવાયત હાથધરી
અયોધ્યામાં ભગવાન શ્રીરામના દર્શન કરવા મોટી સંખ્યામાં આજે ભક્તો ઉમટી પડ્યા છે. અયોધ્યામાં હનુમાન ગઢીથી લઈને રામ મંદિર સુધી લાખો ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે. રામ મંદિરના ગર્ભગૃહમાં રામલલ્લાની ‘પ્રાણ પ્રતિષ્ઠા’ બાદ જોવા મળી હતી તેવી ભીડ આજે જોવા મળી રહી છે. અયોધ્યા રામ મંદિરને જાહેર જનતા માટે ખોલવામાં આવ્યા બાદ મોટી સંખ્યામાં ભક્તો તેની મુલાકાત લઈ રહ્યા છે.
ભગવાન રામના દર્શન કરી ભક્તોમાં ખુશી છવાઈ
આટલી મોટી સંખ્યામાં ભક્તોના ધસારાને પહોંચી વળવા માટે યુપી સરકાર અને પોલીસ વિભાગ દ્વારા મંદિરમાં ભીડની પરિસ્થિતિની દેખરેખ રાખવા માટે મંદિરના ગર્ભગૃહમાં હાજર છે. આજે અયોધ્યામાં ભક્તોની ભીડ વચ્ચે એક અમદાવાદના ભક્તે તેની અયોધ્યા મુલાકાત દરમિયાન લાગણીઓ વ્યક્ત કરી હતી. ભક્તે કહ્યું કે, અમે અમદાવાદથી આવ્યાં છીએ, અહીંનો અદભૂત નજારો જોઈ અમારી આંખમાં આંસુ આવી ગયા છે, 500 વર્ષ પછી સનાતન મૂલ્યોની જીતનું પ્રતીક સમાન ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું છે. અહીં પહોંચ્યાનો આનંદ અપાર છે.
અયોધ્યામાં સુવિધાઓમાં વધારો થયોઃ ભક્ત
ત્યારે અન્ય એક ભક્તે આયોધ્યાના સાક્ષી બન્યા પછી અમારી યાત્રા ધન્ય થઈ ગઈ છે. ભગવાન શ્રી રામના આગમનની અપેક્ષાએ અયોધ્યાના ભૌગોલિક વિસ્તારને સુંદર રીતે શણગારવામાં આવ્યો છે. મંદિરનું જટિલ કામ પણ અસાધારણ રીતે સુંદર છે, અમારા જેવા લોકોને કોઈ મુશ્કેલી નથી, જે ભારત બહારથી આવે છે તે બધાને સારી સુવિધાઓ મળી રહે તેની વ્યવસ્થા છે
અયોધ્યાનો વિકાસ જોઈ શકાય છે
લખનૌના એક શિક્ષક અને વિદ્યાર્થીઓ એક સ્પર્ધા માટે અયોધ્યા આવ્યા છીએ. રામમંદિરની મુલાકાતથી અદભૂત આનંદની લાગણી થાય છે અને સકારાત્મક ઊર્જા મળે છે. ખાસ તો રામ મંદિર ઘણા લાંબા સંઘર્ષ બાદ બનાવવામાં આવ્યું છે, જેને કારણે અનેક લોકો ભગવાન રામના દર્શને આવી રહ્યાં છે. અહીંનું વાતાવરણ આનંદથી ભરપૂર છે. આજે અયોધ્યામાં નોંધપાત્ર વિકાસ થયો છે, જેમાં નાના રસ્તાઓ થી લઈને મોટી હોટેલો પણ બની રહી છે.
અમિતાભ બચ્ચન પણ દર્શન કરી ગયા
આ પહેલાં બોલીવુડના બીગ-બી અમિતાભ બચ્ચન શુક્રવારે સવારે અયોધ્યામાં રામમંદિરની મુલાકાત લીધી હતી અને પુત્ર અભિષેક બચ્ચન સાથે તેના ભવ્ય ઉદ્ઘાટનમાં હાજરી આપ્યાના અઠવાડિયા પછી રામ લલ્લાને પ્રાર્થના કરી હતી. તેની તાજેતરની મુલાકાત પછી, ઘણી છબીઓ અને વિડિયો ઓનલાઈન સામે આવ્યા. એક તસવીરમાં બિગ બી હાથ જોડીને ભગવાનની પૂજા કરતા જોવા મળે છે.
સુરીનામની નેશનલ એસેમ્બલીના અધ્યક્ષે દર્શન કર્યા
બુધવારે સુરીનામના એક પ્રતિનિધિમંડળે અયોધ્યાની મુલાકાત લીધી હતી. સુરીનામની નેશનલ એસેમ્બલીના અધ્યક્ષ મારિનસ બીના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળ બુધવારે સવારે અયોધ્યા પહોંચ્યું હતું અને આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હતું. પ્રતિનિધિ મંડળે રામ મંદિરમાં રામ લલ્લાની મૂર્તિને પૂજા અર્ચના કરી હતી.
મુખ્યમંત્રી પેમા ખાંડું અને કેબિનેટે દર્શન કર્યા
અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુના નેતૃત્વમાં કેબિનેટે પણ અયોધ્યામાં રામ મંદિરની મુલાકાત લીધી હતી. તેમની મુલાકાત દરમિયાન, કેબિનેટના સભ્યો રામ લલ્લાના દર્શન અને ઉત્તર પ્રદેશના આતિથ્યથી પ્રભાવિત થયા હતા. ભગવાન રામ લલ્લાની ‘પ્રાણ પ્રતિષ્ઠા’ પછી રામ લલ્લાના દર્શન અને પૂજા કરનાર અરુણાચલ પ્રદેશના તેઓ પ્રથમ રાજકીય પ્રતિનિધિમંડળ હતા.


