- 31 જાન્યુઆરીએ મૌલાનાએ આપ્યું હતું ભડકાઉ ભાષણ
- મૌલાના અઝહરી અને બે સ્થાનિક આયોજકો સામે ફરિયાદ
- મૌલાના અઝહરીનો શરતી જામીન પર છુટકારો થયો હતો
જુનાગઢમાં મૌલાનાના ભડકાઉ ભાષણના મુદ્દે ભાષણ માટે રૂ. 40 હજાર રોકડા ચૂકવ્યાનો ખુલાસો થયો છે. જેમાં 31 જાન્યુઆરીએ મૌલાનાએ ભડકાઉ ભાષણ આપ્યું હતું. તેમાં મૌલાના અઝહરી અને બે સ્થાનિક આયોજકો સામે ફરિયાદ થઇ છે. તેમાં મૌલાના અઝહરીનો શરતી જામીન પર છુટકારો થયો હતો.
જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચ કેસની તપાસ ચલાવી રહી છે
જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચ કેસની તપાસ ચલાવી રહી છે. મૌલાના અઝહરીના સોશિયલ મીડિયા પર 4.69 લાખ ફોલોઅર્સ છે. ભડકાઉ ભાષણ આપનાર મૌલાના મુફ્તી સલમાનને મોડાસા લવાયો હતો. જેમાં મૌલાના મુફ્તીની મુશ્કેલીઓ વધી છે. ભચાઉ કોર્ટમાંથી જામીન મળતા અરવલ્લી પોલીસે કબજો લીધો છે. મોડાસા પોલીસે ધરપકડ કરી ગઇકાલે કોર્ટમાં રજૂ કરાતા પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. મોડાસા ટાઉન પોલીસમાં નોધાયેલા ગુન્હા મામલે પોલીસે 10 દિવસના રિમાન્ડની કરી માંગ હતી. તથા ભડકાઉ ભાષણ અને એટ્રોસિટી મામલે ફરિયાદ થઈ છે. બેંકમાં ફન્ડિંગ માહિતી તેમજ 10 મુદ્દાના આધારે રિમાન્ડ માગ્યા હતા.
મૌલાનાએ 24 ડિસેમ્બરે મોડાસામાં ભડકાઉ ભાષણ કર્યું
મૌલાનાએ 24 ડિસેમ્બરે મોડાસામાં ભડકાઉ ભાષણ કર્યું હતુ. તેથી અરવલ્લીના મોડાસા ખાતે મુફ્તી સલમાન દ્વારા ભડકાઉ ભાષણ મામલે કેસ ચાલી રહ્યો છે. તેથી કચ્છમાં જામીન મંજુર થતા અરવલ્લી પોલીસે કબજો લીધો છે. અગાઉ જૂનાગઢમાં એક ખુલ્લા મેદાનમાં આયોજિત એક કાર્યક્રમમાં નફરત ભર્યું ભાષણ આપ્યું હતું. તેમના ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ પછી મૌલાના મુફ્તી અને કાર્યક્રમના સ્થાનિક આયોજકો મોહમ્મદ યુસુફ મલિક અને અઝીમ હબીબ ઓડેદરા સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. આ કેસમાં પોલીસે ખુદ ફરિયાદી બનીને ગુનો નોંધ્યો હતો.


