શહેર ભાજપ દ્વારા ડૉ.શ્યામાપ્રસાદ મુખરજી જન્મ જયંતી સ્મૃતિ પખવાડીયા નિમિત્તે સંમેલન યોજાયું
પ્રદેશ વકતા ભુપેન્દ્રસિંહ ચુડાસમા તથા પૂર્વ રાજયપાલ વજુભાઈ વાળાએ માર્ગદર્શન આપ્યું
અગ્ર ગુજરાત, રાજકોટ
ભારતીય જનસંઘના સ્થાપક તથા પ્રથમ રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જીને રાષ્ટ્રનિર્માણ, સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની ચેતનાને જાગૃત કરવા અને ભારતની અખંડતાના પ્રતિક રૂપે જોવામાં આવે છે. તેઓ એક કુશળ શિક્ષણવિદ, કુશળ પ્રશાસક, દૂરદર્શી રાજનેતા અને પ્રખર રાષ્ટ્રભકત હતા. ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીએ જમ્મુ-કાશ્મીરને ભારતનો અભિન્ન અંગ બનાવી રાખવા તથા ભારતની એકતા અને અખંડતાની રક્ષા સુનિશ્ચિત કરવા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવાનો નિર્ણય લઈને ડૉ. મુખર્જીના સપનાને સાકાર કરવા માટે ઐતિહાસિક કાર્ય કર્યુ, જેથી ’’ રાષ્ટ્ર પ્રથમ’’ એ માત્ર ભાવના નહીં પરંતુ ભારતની જીવનશૈલી બની ગયું છે. તે બદલ તમામ દેશવાસીઓ માનનીય પ્રધાનમંત્રી પ્રત્યે કૃતજ્ઞ છે. રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીનજીના માર્ગદર્શન અનુસાર ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી સ્મૃતિ પખવાડિયું તા. ૨૩ જૂન (બલિદાન દિવસ) થી તા. ૬ જૂલાઈ (જન્મજયંતી) સુધી ઉજવવામાં આવશે. આ વર્ષ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની ૧૨૫ મી જન્મજયંતી વર્ષ તરીકે પણ મનાવવામાં આવશે. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજીની સુચના અનુસાર દરેક મહાનગર ખાતે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના જન્મજયંતી સ્મૃતિ પખવાડિયા અંતર્ગત કાર્યકર્તા સંમેલન યોજવાનું આયોજન કરવામાં આવેલ છે. તે અંતર્ગત રાજકોટ શહેર પ્રમુખ ડૉ. માધવ દવે, મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, લલીતભાઈ વાડોલીયા, યોગેન્દ્રસિંહ જાડેજાની આગેવાનીમાં રાજકોટ શહેર ભાજપ કમલમ કાર્યાલય ખાતે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના જન્મજયંતી સ્મૃતિ પખવાડિયા અંતર્ગત કાર્યકર્તા સંમેલન યોજવામાં આવેલ હતું. આ સંમેલનની શરૂઆત ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટયથી શરૂઆત કરી પ્રદેશ વકતા તરીકે ઉપસ્થિત શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને બુક અને ખેસથી મહામંત્રીઓએ સ્વાગત કરેલ ત્યારબાદ વંદેમાતરમ ગાયનથી કાર્યક્રમની શરૂઆત રાજકોટ શહેર પ્રમુખ ડૉ. માધવ દવેએ શાબ્દિક સ્વાગત કરેલ હતું.
આ કાર્યકર્તા સંમેલનમાં પ્રદેશ વકતા ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ કર્ણાટકના રાજયપાલ અને પ્રદેશ વિશેષ આમંત્રીત વજુભાઈ વાળા, પૂર્વ રાજયસભા સાંસદ રામભાઈ મોકરીયા, શહેર ભાજપ પ્રમુખ ડૉ. માધવ દવે, ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ, પૂર્વ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, લલીતભાઈ વાડોલીયા, યોગેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ પ્રદેશ અગ્રણી નીતીનભાઈ ભારદ્વાજ, પૂર્વ સાંસદ ડૉ. વલ્લભભાઈ કથીરીયા, પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, અરવિંદભાઈ રૈયાણી, પૂર્વ મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા, શિક્ષણ સમિતી ચેરમેન વિક્રમભાઈ પુજારા, પૂર્વ દંડક નેતા મનીષભાઈ રાડીયા સહિત શહેર ભાજપ હોદ્દેદારો, રાજકોટ શહેર આગેવાનો, તમામ વોર્ડના પ્રભારી, પ્રમુખ, મહામંત્રી તેમજ વિવિધ મોરચાના પ્રમુખ, મહામંત્રી, કારોબારી સભ્યો સહિત તમામ શ્રેણીના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.


