- બાળક રમતા રમતા પહેલા માળેથી નીચે પટકાયું
- 2 વર્ષીય બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયું
- રાજકોટ હોસ્પિટલમાં દાખલ કરાયો છે
માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં જૂનાગઢમાં પહેલા માળેથી બાળક નીચે પટકાયું છે. બાળક રમતા રમતા પહેલા માળેથી નીચે પટકાયું છે. 2 વર્ષીય બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયું છે. તેમાં સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે.
ગોકુલનગર વિસ્તારમાં રમતા રમતા બાળક પહેલા માળથી પટકાયો
જુનાગઢમાં બે વર્ષનો બાળક પહેલા માળથી નીચે પટકાયો છે. જેમાં શહેરના ગોકુલનગર વિસ્તારમાં રમતા રમતા બાળક પહેલા માળથી પટકાયો છે. તેમાં બાળકનો આબાદ બચાવ થયો છે. તેમજ બાળક પટકાતા ઇજા પહોંચી હતી. તેથી રાજકોટ હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
બાળકના મોતથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું
અગાઉ સુરતના પાંડેસરા વિસ્તારમાં ખાડી કિનારે રમતું બાળક ખાડીમાં પડી જતાં મોત નિપજ્યું હતુ. જેમાં 4 બાળકો ખાડી કિનારે રમતા હતા. રમતાં રમતા બાળકો મસ્તી કરતા ખાડીમાં પડી જતાં એક બાળકનું મોત થયું હતુ. જ્યારે 3ને રેસક્યુ કરીને બચાવી લેવાયા હતા. બાળકને બેભાન અવસ્થામાં જોઇને તાબડતોબ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યું હતું પરંતુ અહીં તબીબે બાળકને મૃત જાહેર કર્યું હતું. બાળકના મોતથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.


