- UAEના કતારમાંથી ભારતીય નૌકાદળના ભૂતપૂર્વ અધિકારીઓ ભારત પરત ફર્યા
- UAE કતારના અધિકારીઓ સાથે કરી હતી ઘણી બેઠકો
- એક અમેરિકન અને એક રશિયનને પણ કસ્ટડીમાંથી મુક્ત કર્યા
UAEના દોહાની કોર્ટે 7 ભૂતપૂર્વ ભારતીય નૌકાદળના સૈનિકોને મુક્ત કર્યા છે. જેમને કતારમાં મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી, જેમાંથી 7 ભારત પરત ફર્યા છે. તો ભારત માટે એક મોટી રાજદ્વારી જીત કહેવામાં આવી હતી. અને PM નરેન્દ્ર મોદીને તેના હીરો માનવામાં આવ્યા હતા. જો કે, આ જીતમાં પીએમ મોદી સિવાય અન્ય એક હીરો હતો, જેણે પડદા પાછળ કામ કરીને 7 ભૂતપૂર્વ મરીનને છોડાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી. તેમનું નામ અજીત ડોભાલ છે જે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) છે.
NSA અજીત ડોભાલે પોતે ઘણી બેઠકો કરી હતી
મળતી માહિતી મુજબ વાત કરવામાં આવે તો આ 8 ભારતીયોની મુક્તિ સુનિશ્ચિત કરવા માટે ભારત અને કતારના અધિકારીઓ વચ્ચે ઘણી બેઠકો યોજાઈ હતી. NSA અજિત ડોભાલે પોતે કતારના અધિકારીઓ સાથે ઘણી બેઠકો કરી હતી. અને આ 8 ભૂતપૂર્વ મરીનની જેલની સજા સમાપ્ત કરવા માટે સતત આગ્રહ કર્યો હતો.અજીત ડોભાલના પ્રયાસો બાદ જ કતાર સરકારે તેમને મુક્ત કર્યા.
ભારત ઉપરાંત રશિયા અને યુએસએના કેદીઓને પણ મુક્ત કરવામાં આવ્યા
ભારતે આ મામલે ઘણી રાજદ્વારી ચતુરાઈ બતાવી છે. ભારતે આ અંગે સતત બેઠકો કરી, જેના કારણે કતારને એ સમસ્યાનો સામનો કરવો પડયો હશે કે તે માત્ર એક દેશના નાગરિકોને કેવી રીતે મુક્ત કરશે અને અન્ય દેશોની આવી વિનંતીઓને કેવી રીતે અવગણશે. આવી સ્થિતિમાં, બાદમાં, ભારતના પ્રયાસોને કારણે, કતારે પણ અમેરિકા અને રશિયાના એક-એક કેદીઓને મુક્ત કર્યા.


