- વડાપ્રધાન મોદીએ ઉપરાષ્ટ્રપતિની કરી પ્રશંસા
- બંને નેતાઓ વચ્ચે અનેક મુદ્દે ચર્ચા થઈ
- ઉપરાષ્ટ્રપતિએ પોતે લખેલી પુસ્તક પીએમ મોદીને ભેટ કરી
સંયુક્ત આરબ અમીરાત (UAE) ના ઉપરાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મક્તૂમે બુધવારે રાત્રે વડાપ્રધાન મોદી સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. આ મીટિંગ દરમિયાન UAE ના ઉપરાષ્ટ્રપતિએ PM મોદીને તેમના પુસ્તક ‘માય સ્ટોરી’ની કોપી આપી હતી. આ પુસ્તકની સાથે UAEના ઉપરાષ્ટ્રપતિએ વડાપ્રધાન મોદીને વ્યક્તિગત સંદેશ પણ આપ્યો હતો. પીએમ મોદીએ મીટિંગ બાદ સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતુમની પણ પ્રશંસા કરી હતી. મીટિંગ પછી પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું, ‘હું તમારા હાવભાવ હંમેશા યાદ રાખીશ. આજે અમારી મીટિંગ દરમિયાન, ઉપરાષ્ટ્રપતિએ મને તેમના પુસ્તકની એક નકલ આપી અને મને વ્યક્તિગત સંદેશ પણ આપ્યો. આવનારી પેઢીઓ તેમના જીવન અને કાર્યોમાંથી પ્રેરણા લેશે. દુબઈ તેમજ આપણા ગ્રહના વિકાસ માટે તેમનું સમર્પણ અને દ્રષ્ટિ અદ્ભુત છે. UAEના વાઇસ પ્રેસિડેન્ટે PM મોદીને તેમના પુસ્તકની નકલ આપી ભારતીય સમુદાયની પ્રશંસા કરી હતી.
વડાપ્રધાન મોદીએ ઉપરાષ્ટ્રપતિની કરી પ્રશંસા
પોતે લખેલી પુસ્તકરને પીએમ મોદીને સોંપતા શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મખતૂમે લખ્યું કે મહામહિમ નરેન્દ્ર મોદી ગત 50 વર્ષની યાત્રા બહુમૂલ્ય અનુભવ અને કામોની યાત્રા રહી છે. મને આશા છે કે તમે મારી સ્ટોરી વાંચી તેનો આનંદ લેશો. બેઠક પછી પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી જેમાં લખ્યું કે હું પોતાના ભાવને હંમેશા યાદ રાખીશ. આજે અમારી બેઠક દરમિયાન ઉપરાષ્ટ્ર્રપતિએ મને પોતાની પુસ્તકની નકલ સોંપી અને એક ખાનગી સંદેશ પણ આપ્યો. આગામી પેઢીઓ તેમના જીવન અને કામોથી પ્રેરણા લેશે. દુબઈનો વિકાસ, ઉપરાંચ ધરતી માટે તેમનું સમર્પણ, દૂરદર્શિતા કમાલની છે.
બંને નેતાઓ વચ્ચે અનેક મુદ્દે ચર્ચા થઈ
બેઠકમાં બંને નેતાઓ વચ્ચે અનેક મુદ્દે વાતચીત થઈ. બેઠકમાં બંને નેતાઓએ દુબઈના વિકાસમાં ભારતીય મૂળના લોકોનું યોગદાનને લઈ ખૂબ વખાણ કર્યા. દુબાઈના વેપાર, સર્વિસ અને પર્યટનના ક્ષેત્રમાં ગ્લોબલ હબ બનવાની દિશામાં ભારતીય મૂળના લોકોનું વિશેષ યોગદાન છે. ભારતીય વિદેશ મંત્રાલયે નિવેદન પ્રસિદ્ધ કરી બંને નેતાઓ વચ્ચે દ્વીપક્ષીય સહયોગ વધારવા, રોકાણ, અકાશ, શિક્ષણ ક્ષેત્રમાં સહયોગ વધારવા વાતચીત થઈ.
પીએમ મોદીએ ભારતીય સમુદાયને હોસ્પિટલની જમીન આપવા બદલ આભાર પણ વ્યક્ત કર્યો હતો
વિદેશ મંત્રાલયના નિવેદન મુજબ પીએમ મોદીએ દુબઈમાં રહેતા ભારતીય મૂળના લોકો માટે હોસ્પિટલ બનાવવા માટે જમીન આપવા બદલ શેખ રાશિદનો પણ આભાર માન્યો હતો. આ હોસ્પિટલમાં દુબઈમાં કામ કરતા ભારતીય શ્રમિકો અને મધ્યમ વર્ગના લોકોને પોસાય તેવા ભાવે સારવારની સુવિધા મળશે.
વડાપ્રધાન મોદી તેમની બે દિવસીય મુલાકાતે સંયુક્ત આરબ અમીરાત પહોંચ્યા હતા. જ્યાં તેમણે બુધવારે દુબઈમાં પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. દુબઈમાં યોજાયેલી સરકારી કોન્ફરન્સમાં પણ હાજરી આપી હતી. વડા પ્રધાને UAEના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનને પણ મળ્યા હતા અને મંગળવારે દુબઈમાં ‘અહલાન મોદી’ નામના કાર્યક્રમમાં ભારતીય મૂળના સમુદાયને સંબોધિત કર્યા હતા.


