- મ્યુનિ. કમિશનરે રિવ્યૂ મિટિંગમાં અધિકારીઓનો ઉધડો લીધો
- DLP રોડને ખોલવાની માંગણી કરનાર પ્રણય પંડિત, વિજય પટેલથી નારાજ
- કેટલાક વિસ્તારોમાં રખડતા ઢોર જોવા મળતા હોવાથી CNCD વિભાગને પગલાં લેવા તાકીદકરી હતી
શહેરના ઉત્તર-પશ્ચિમ ઝોનમાં નવો રોડ બનાવાયા પછી પાણી અને ડ્રેનેજ લાઈન નાંખવા માટે રોડ તોડવા માટે પરમીશન માંગનાર બે એડિશનલ સિટી એન્જિનીયર પ્રણય પંડિત અને વિજય પટેલને શો કોઝ નોટિસ ફટકારવા AMC કમિશનર એમ. થેન્નારસને સૂચના આપી છે. જ્યારે પ્રેમલ શેઠને પણ નોટિસ આપવા તાકીદ કરાઈ છે. હવે પછી પાણી અને ગટરલાઇન અંગે સંકલન કર્યા બાદ જ રોડ બનાવવામાં કામગીરી કરવાની તેમણે તાકીદ કરી હતી. જે રોડ હજી DLPમાં હતો અને તેને ખોલવા માટેની મંજૂરી માંગવામાં આવતા આ મુદ્દો સામે આવ્યો હતો. જેના પગલે મ્યુનિ. કમિશનર નારાજ થયા હતા અને આવા અધિકારીઓ સામે નોટિસ ફ્ટકારવાની સૂચના આપી હતી. રિવ્યૂ મિટિંગ દરમિયાન કમિશનર થેન્નારસને, રોડ ઓપન પરમીટ પેન્ડિંગ, વોલ ટુ વોલ રોડ બનાવવા અને શાક થડા બનાવવાની કામગીરી પેન્ડિંગ રહેવા બદલ ઈજનેર વિભાગનો ઉધડો લીધો હતો. ફૂડ સેફ્ટીના નિયમોના પાલન પનીર, માવા સહિતની ચીજોના સેમ્પલ લેવા સૂચના આપી છે.
AMC કમિશનર એમ.થેન્નારસને, એન્જિનીયર વિભાગ અધિકારીઓને ખખડાવ્યા હતા. ઉત્તર પશ્ચિમ ઝોનમાં નવો રોડ બનાવ્યા બાદ પાણી અને ગટર લાઈન નાખવા માટે ફ્રીથી રોડ તોડવા માટેની મંજૂરી માંગવા મામલે પાણી અને ગટરનો હવાલો સંભાળતા અને ઉત્તર પશ્ચિમ ઝોનના ઇજનેર વિભાગના એડિશનલ સીટી ઇજનેર વિજય પટેલ અને પ્રણય પંડિતને નોટિસ ફ્ટકારવા સૂચના આપી છે. વસ્ત્રાલ વિસ્તારમાં ડ્રેનેજ પ્રોજેક્ટના કામ માટે પણ રોડ ખોલવા માટેની મંજૂરી માંગવામાં આવી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં જેટલા પણ ટીપી રોડ ખોલવા માટેની સૂચના આપી હતી. કેટલાક વિસ્તારોમાં રખડતા ઢોર જોવા મળતા હોવાથી CNCD વિભાગને પગલાં લેવા તાકીદકરી હતી.


