- BAPS સંસ્થા જ ભવ્ય હિંદુ મંદિરનું નિર્માણ કરાવશે
- કિંગ પાસેથી મળી મળ્યા બાદ ટૂંક સમયમાં કામ શરૂ કરાશે
- બહેરીન દેશમાં વિશાળ હિંદુ મંદિર બનશે
યુએઈ પછી વધુ એક મુસ્લિમ દેશ બહેરીનમાં સુંદર હિંદુ મંદિર બનશે. અબુ ધાબી મંદિરની જેમ આ મંદિર પણ વિશાળ હશે. આ મંદિરને પણ બોચાચસવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા એટલે કે BAPS બનાવશે. બીએપીએસના પ્રતિનિધિઓએ બહેરીનના શાસકથી મંદિર બનાવવાના મુદ્દે મુલાકાત કરી હતી. બહેરીન સરકારની તરફથી મંદિર માટે જમીન પહેલાથી ફાળવણી કરી દેવામાં આવી છે. અને હવે નિર્માણ શરૂ કરવાની તૈયારીઓ પુરી કરી લેવામાં આવી છે.
ક્રાઉન પ્રિંસે એક ફેબ્રુઆરીએ જમીન ફાળવણી માટે જાહેરાત કરી હતી
એક ફેબ્રુઆરી 2022ના રોજ બહેરીનના ક્રાઉન પ્રિંસ સલમાન બિન હમદ અલ ખલીફાએ સ્વામિનારાયણ હિંદુ મંદિર બનાવવા જમીન ફાળવણી કરવાની જાહેરાત કરી હતી. જે બાદ સ્વામી અક્ષરાતીતદાસ અને અન્ય પ્રતિનિધિ મંડળે મંદિરના નિર્માણને લઈ તેમની મુલાકાત કરી હતી. બીએપીએસે જણાવ્યું કે મંદિરનો ઉદ્દેશ્ય તમામ ધર્મોના લોકોનું સ્વાગત કરવું, જુદી-જુદી સંસ્કૃતિ અને આધ્યાત્મિક ગતિવિધિઓ માટે સ્થાન હોય છે.
વડાપ્રધાન મોદીએ ક્રાઉન પ્રિન્સનો આભાર માન્યો
BAPSના ગુરુ મહંત સ્વામી મહારાજે બહેરીનમાં મંદિર બનાવવા જમીન માટે પીએમ મોદી અને બહેરીનના ક્રાઉન પ્રિંસનો આભાર માન્યો હતો. ઉપરાંત આ બંને દેશો વચ્ચે ઘનિષ્ઠ સંબંધો અને ધાર્મિક સદભાવના શાશ્વત પ્રતીકને દર્શાવે છે.


