- 51 શક્તિપીઠ મહોત્સવમાં ભાગ લેવાં વિધાનસભાના સભ્યો પહોંચ્યા
- ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિતના મંત્રીઓ ભજન કરતાં જોવા મળ્યા
- સ્પીકર શંકર ચૌધરીની અધ્યક્ષતામાં કરાયું છે આયોજન
રાજ્યમાં પવિત્ર એવા અંબાજી ખાત 51 શક્તિપીઠ મહોત્સવમાં ભાગ લેવાં વિધાનસભાના સભ્યો પહોંચ્યા છે. જેમાં ગુજરાતના મુખ્યમંત્રીનો સતત 6 દિવસમાં બીજો અંબાજીનો પ્રવાસ કરી રહ્યા છે. આ દરમિયાન મુખ્યંત્રીએ સંધ્યા આરતીના દર્શન કર્યા હતા.
આ દરમિયાન મુખ્યમંત્રી સહિત મંત્રીઓએ આરતી કરી અંબાજીના દર્શન કર્યા હતા. તેમજ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા આયોજન કરાયુ છે. ગાંધીનગર થી વોલ્વો બસમાં તમામ મંત્રીઓ, વિધાનસભા અધ્યક્ષ દંડક સહિત ધારાસભ્યો અંબાજી પહોંચ્યા હતા. જેના સાથે જ ગબ્બર ખાતે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
હાલમાં અંબાજી ખાતે 51 શક્તિપીઠ મહોત્સવ ચાલી રહ્યો છે. જેમાં ગબ્બર 51 શક્તિપીઠ ના અલગ અલગ મંદિરોમાં પુજા માટે ગોઠવણી કરવામાં આવી છે. જેમાં મુખ્યમંત્રી ગબ્બરના ટોચે અખંડ જયોત પર પૂજા માટે પહોંચ્યા હતા. આ યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો સહિત ભાજપ મંડળ જોડાયા છે.

51 શક્તિપીઠના દરેક મંદિરો અને સંકુલોમાં પૂજા અર્ચના કર્યાં બાદ તમામ આગેવાનો શો માં પહોંચ્યા હતા. તમામ વિધાનસભાના સભ્યો લાઇટ એન્ડ સાઉન્ડ શો માં પહોચ્યા હતા. સમગ્ર ગુજરાત માટે ઐતિહાસિક ઘટના સમગ્ર વિધાનસભાના તમામ સભ્યો એક સાથે એક કાર્યક્રમમાં આવ્યા છે.


