- અગાઉના નુકસાનનું વળતર હજુ મળ્યું નથી ત્યાં ખેડૂતોને પડતા પર પાટુ જેવી હાલત
- વિઘા દીઠ રૂપિયા ચાર હજારનો ખર્ચ કરેલ હતો પણ હવે તેમાં રાતિ પાઈ પણ વળતર મળે તેમ નથી
- આ વર્ષે નુકશાન થવાના કારણે દેવું વધી ગયું છે જે અંગે સરકારે વિચારવું જોઈએ
બનાસકાંઠા જિલ્લામાં ગત નવેમ્બર માસમાં કમોસમી વરસાદના કારણે એરંડા સહિતના પાકમાં વ્યાપક નુકશાન થયું હતું.ઉભા ખેતરોમાં પાકનો સોથ વળી ગયો હતો ત્યાં હવે લશ્કરી નામની ઈયળ કે જે પાન ખાઈ જાય છે. અને માત્ર એરંડાના ડોકા બાકી રહે તેવી હાલત કરે છે.તેના કારણે બનાસકાંઠામાં પાલનપુર સહિતના વિસ્તારોમાં ખેડૂતોને પડતા પર પાટુ જેવી હાલત થઈ છે.
બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોની જાણે માઠી દશા બેઠી હોય તેવી સ્થિતિ દર્શા સર્જાઈ છે. એક પછી એક કુદરતી આફતોના કારણે ખેડૂતોને નુકશાન વેઠવું પડી રહ્યું છે. કમોસમી માવઠા બાદ પાલનપુર પંથકમાં કાતરા નામની જીવાત જેને લશ્કરી ઈયળ પણ કહેવામાં આવે છે.જે એરંડાના પાન ખાઈને તેમાં જાળીઓ પાડી દે છે. અને આમ આ વર્ષે પાલનપુર સહિતના વિસ્તારોમાં બટાકા, એરંડા, રાજગરો અને રાયડો સહિતના પાકનુ વાવેતર કર્યું છે અને સારુ ઉત્પાદન થવાની આશા સેવી રહ્યા હતા ત્યા આ કાતરા નામની જીવાતને કારણે એરંડાના પાકને વ્યાપક નુકશાન થયાની રાવ ઉઠી છે.આ જીવાત ખેતરોમાં ઉભા પાકમાં પત્તા અને ફાલ ખાઈ જાય છે અને ખેડૂતો તેમાં દવાનો છંટકાવ કરે ત્યાં સુધીમાં તો પાકનો સફાયો કરી નાખે છે.તેના કારણે એરંડાના સહિતના પાકમાં ખેતરોમાં માત્ર ડોકા ઉભા રહે છે અને ખેડૂતોએ કરેલ ખર્ચ માથે પડે છે.આમ નવેમ્બર માસ દરમિયાન થયેલ કમોસમી માવઠા અંગે ખેડૂતોએ રજૂઆત કરી હતી પરંતુ તેમાં હજુ સુધી સહાય ચૂકાવાઈ નથી તેનાકારણે ખેડૂતોને જાણે પદતા પર પાટુ હોય તેવી હાલત થઈ છે.
આ અંગે જિલ્લા ખેતીવાડી અધિકારી મહેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે જિલ્લામાં આ વર્ષે 60 હજાર હેકટરમાં વાવેતર થયું છે અને 27, 28 નવેમ્બરે કમોસમી વરસાદ થયેલ અને ત્યારબાદ પણ વાદળછાયું વાતાવરણ રહેતા દિવેલાના પાકમાં નુકશાન થયું છે અને તેમાં લશ્કરી ઈયળ જેને પાન ખાનારી ઈયળ તરીકે કહેવાય છે તેમજ કાતરાની ઈયળ નિંદામણ પર મોટી સંખ્યામાં ઈંડા મુકે છે એટલે જ્યાં ઉપદ્રવની શરૂઆત થાય ત્યાં કલોફાઈડીફોસ દવાનો છંટકાવ કરવો જોઈએ તેમજ મેકટીનબેનજોઈગીંનો પણ છંટકાવ કરવો જોઈએ અને ખેતરમાં મમરા નાખી દેવા જોઈએ જેથી પક્ષીઓ મમરા ખાવા આવે ત્યારે સાથે ઈયળને પણ ખાઈ જાય છે.
ખેડૂત શું કહે છે ?
આ અંગે પાલનપુર તાલુકાના ખેડૂત રમેશભાઈએ જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં કાતરા પડવાના કારણે એરંડાના પાકનો સફાયો થઈ ગયો છે અગાઉ પણ માવઠું થવાથી નુકશાન થયું હતું અને હવે વિઘા દીઠ રૂપિયા સાડા ચાર હજારનો ખર્ચ કરેલ હતો પણ હવે તેમાં રાતિ પાઈ પણ વળતર મળે તેમ નથી.આમ આ વર્ષે નુકશાન થવાના કારણે દેવું વધી ગયું છે જે અંગે સરકારે વિચારવું જોઈએ.ખેતીવાડી અધિકારી શું કહે છે.


