- દારૂ, જુગારના અડ્ડા વિશે લોકોની રજૂઆત
- નર્મદા જિલ્લા પોલીસ દ્વારા ટ્રાફ્કિ નિયમોનું પાલન કરવા તાકીદ
- ગામડાંના લોકો અને રાજકીય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા
દેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે તા.16 જાન્યુઆરીએ નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબેના અધ્યક્ષ સ્થાને લોક સંવાદનો કાર્યક્રમ યોજાયો હતો. દેડિયાપાડા અને ગામડાંના લોકો અને રાજકીય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.આ લોક સંવાદના કાર્યક્રમમાં લોકો દ્વારા દેડિયાપાડા ખાતે દારૂ, જુગાર અને આંકડાની ધંધો ચાલે છે. અડ્ડાઓ ચાલે છે. તે અંગે રજૂઆત કરી હતી. ઉપરાંત દેડિયાપાડા ખાતે દર ગુરૂવારે હાટબજાર ભરાય છે. બેસણાં ટેકરા પાસે પોલીસ દ્વારા આદિવાસીઓની ખાનગી ગાડીઓને અટકાવવામાં આવે છે. હેરાન કરવામાં આવે છે. દેડિયાપાડા પોલીસ સ્ટેશન દ્વારા સત્તાધારી પક્ષના લોકોને સભા સરઘસ અને રેલીની પરવાનગી આપે છે. જ્યારે વિરોધ પક્ષના લોકોને પરવાનગી અપાતી નથી. એવો વેધક પ્રશ્ન કર્યો હતો. દેડિયાપાડા ખાતે મહિલા પોલીસ સ્ટેશન શરૂ કરવા બાબતે પ્રશ્નો કર્યા હતા. પોલીસ અધિક્ષક પ્રશાંત સુબેએ જણાવ્યું હતું કે આ પ્રશ્નોનું નિવારણ માટે વિવિધ પગલાં લેવાઇ રહ્યા છે. પ્રશ્નના વિસ્તૃત ઉત્તર આપ્યા હતા. તેમણે ટુ વ્હીલર ઉપર ત્રણ સવારી યુવાનો દારૂ પીને લાયસન્સ વિના મોટરસાયકલ ફેરવે છે. મોટા અકસ્માત થાય છે. યુવાનો દ્વારા દારૂ પીને મોટરસાયકલ અને અન્ય વાહનો ચલાવે છે. પોલીસના નિયમોનું પાલન કરવા અને મોટરસાયકલ હેલ્મેટ પહેરી ચલાવવા ઉપર ભાર મૂક્યો હતો. લાયસન્સનું મહત્વ સમજાવ્યું હતું. અને તેમણે નર્મદા જિલ્લા પોલીસ દ્વારા ટ્રાફ્કિ નિયમોનું પાલન કરવા જણાવ્યું હતું. ઉપરાંત દારૂ જેવા વ્યસનોથી દૂર રહેવા જણાવ્યું હતું. દેડિયાપાડા અને સાગબારા તાલુકામાં વિવિધ પ્રકારની યોજનાઓ બનાવી લોકોને પૈસાની લોભલાલચ આપી પૈસાની લાલચ આપી છેતરપિંડી કરાય છે. તેનાથી દૂર રહેવા જણાવ્યું હતું. છેતરપિંડી થી દૂર રહેવા જણાવ્યું હતું. દેડિયાપાડાના લોકો દ્વારા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે અને ડીએસપી સરવૈયાનું શાલ ઓઢાડીને સ્વાગત કરાયું હતું. સર્વનું સ્વાગત અને સમગ્ર આયોજન દેડિયાપાડા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી. જે. પંડયાએ કર્યું હતું.


