- અમેરિકાના વર્જિનિયામાં ગૅસ લીકેજથી ઘરમાં ભીષણ વિસ્ફોટ
- આગ ઓલવતા એક કર્મીનું મોત, 11 ઘાયલ
- ફાયર બ્રિગેડની હાજરીમાં થયો પ્રચંડ વિસ્ફોટ
અમેરિકાના વર્જિનિયામાં એક મકાનમાં થયેલા પ્રચંડ વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત થયું છે અને અનેક લોકો ઘાયલ થયા છે. વર્જિનિયાના સ્ટર્લિંગમાં શુક્રવારે રાત્રે આ ઘટના બની હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે એક ઘરમાં થયેલા વિસ્ફોટમાં એક ફાયરમેનનું મોત થયું છે અને અન્ય 11 લોકો ઘાયલ થયા છે, જે સંભવતઃ ગેસ લીકને કારણે થયું હતું. અધિકારીઓએ આ માહિતી આપી હતી.
ફાયર બ્રિગેડના અધિકારીઓએ જણાવ્યું હતું કે, સિલ્વર રિઝ ડ્રાઈવ પર સાંજે સાત વાગ્યે ગૅસ ગળતરની સૂચના મળી હતી જે બાદ તમામ કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આશરે અડધા કલાક પછી એક ભીષણ બ્લાસ્ટ થયો હતો. આ વિસ્ફોટ પછી આગ લાગી હતી. જ્યારે કર્મચારી ઘરની અંદર હતા. ઘરની અંદર ગયા બાદ થોડીવારમાં મોટો વિસ્ફોટ સર્જાયો હતો. જ્યાં એક કર્મચારીનું મોત થઈ ગયું હતું.
ફાયર બ્રિગેડ કર્મચારીઓની હાજરીમાં બ્લાસ્ટ
અધિકારીએ જણાવ્યું કે ફાયર બ્રિગેડના કર્મચારીઓ હાજર હતા તે દરમ્યાન બ્લાસ્ટ થયો હતો. આગ લાગવાની સૂચના મળી હતી. બાદમાં ફાયર બ્રિગેડના કર્મચારીઓ સ્પોટ પર પહોંચ્યા હતા. જ્યાં તેઓ આગ ઓલવવાની કામગીરી સંભાળી રહ્યા હતા. પરંતુ સંજોગોવશાત જોરદાર વિસ્ફોટ થયો અને આમાં એક કર્મચારીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અન્ય ગંભીર ઈજાગ્રસ્તોને તાબડતોબ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં કેટલાક કર્મચારીઓની સ્થિતિ ગંભીર જણાવી હતી. આગની તપાસ હજી ચાલુ હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.


