By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: સભ્યોએ ફૂલડે વધાવ્યુ, વિપક્ષે કહ્યુ બાકી કામ પૂરા કરવા શ્રીરામ શક્તિ આપે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ન્યૂઝરાજકોટ

સભ્યોએ ફૂલડે વધાવ્યુ, વિપક્ષે કહ્યુ બાકી કામ પૂરા કરવા શ્રીરામ શક્તિ આપે

agragujaratnews
Last updated: 2024/02/19 at 5:21 PM
2 years ago
Share
સભ્યોએ ફૂલડે વધાવ્યુ, વિપક્ષે કહ્યુ બાકી કામ પૂરા કરવા શ્રીરામ શક્તિ આપે
SHARE

બજેટમાં મુકાયેલી યોજના-પ્રોજેક્ટની તંદુરસ્ત ચર્ચા કરવાના બદલે લાંબા…લચક ભાષણ થયા

રાજકોટ મહાનગરપાલિકાના આગામી નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના  બજેટને બહાલી આપવા માટે આજે યોજાયેલા ખાસ જનરલ બોર્ડમાં વરને વરની મા જ વખાણે એ કહેવત મુજબ ૭૨માંથી શાસકપક્ષના ૬૮ નગરસેવકોની બહુમતીએ બજેટને ફૂલડે વધાવ્યુ હતુ. તો બીજીબાજુ સભામાં હાજર માત્ર ૨ વિપક્ષી સભ્યમાંથી એકમાત્ર ભાનુબેન સોરાણી બોલવા ઉભા થયા અને જયશ્રી રામના નારા સાથે તેમની બજેટ સ્પીચ શરૂ કરીને શાસકોને એવો ટોણો માર્યો હતો કે, નવા નાણાકીય વર્ષના બજેટમાં આજી રિવર ફ્રન્ટ, સાંઢિયાપુલનું નવીનીકરણ સહિતની થોકબંધ કામ એવા છે કે, જે વર્ષોથી માત્ર બજેટના કાગળ પર જ રહે છે. આવા પેન્ડીંગ કામ પુરા કરવા માટે ભગવાન શ્રીરામ શાસકોને અને તંત્રને શક્તિ આપે!

Contents
બજેટમાં મુકાયેલી યોજના-પ્રોજેક્ટની તંદુરસ્ત ચર્ચા કરવાના બદલે લાંબા…લચક ભાષણ થયાકોંગ્રેસના પાંચ વર્ષના શાસનમાં થયા નકરા કૌભાંડ, ભાજપના શાસનમાં થયો વિકાસ : જયમીન ઠાકરનગરસેવકોની ગ્રાન્ટમાં થયેલો વધારો સીધો પ્રજાને લાભ : ડો.ડવનગરસેવકોના મોટાભાગના સુચનો બજેટમાં સ્વીકારાયા એ આવકાર્ય : સુરેન્દ્રસિંહ વાળાપ્રજાલક્ષી ઐતિહાસિક યોજનાઓ-સેવા બજેટમાં મુકાઇ છે. નરેન્દ્ર ડવવિકસિત વિસ્તારમાં સુવિધાનો નવો સુર્યોદય : બાબુ ઉધરેજાવર્ષ ૨૦૨3-૨૪માં બજેટના 3૬ ટકા જ કામ થયા, વિકાસ છેતરામણો : વિપક્ષવિપક્ષી સભ્ય મકબૂલ દાઉદાણી મુકપ્રેક્ષકની જેમ બેઠા રહ્યાખાવા-પીવા એક બે વિપક્ષી સભ્ય, બોલ્યા માત્ર એક જભાનુબેન સોરાણીને લખેલુ વાંચતા પણ ન આવડ્યુ, હાંકી રહ્યા!

કોંગ્રેસના પાંચ વર્ષના શાસનમાં થયા નકરા કૌભાંડ, ભાજપના શાસનમાં થયો વિકાસ : જયમીન ઠાકર

બજેટ બોર્ડના પ્રારંભે સ્ટેન્ડીંગ ચેરમેન જયમીન ઠાકરે કહ્યુ હતુ કે, આજે રાજકોટથી માંડી ગુજરાત અને કેન્દ્રમાં ભાજપની સરકાર છે. પ્રજાએ ભાજપના શાસન પર એટલા માટે ભરોસો રાખ્યો છે તે વિકાસને નજરે જુએ છે. રાજકોટ શહેરની વાત કરીએ તો ૧૯૭3થી રાજકોટને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો. ત્યારથી લઇને વચ્ચે ૨૦૦૫થી ૨૦૧૦ના પાંચ વર્ષ કોંગ્રેસના શાસનને બાદ કરતા ભાજપ શાસનમાં રાજકોટ વિકાસની જેટ ગતિએ આગળ વધ્યુ છે. ૨૦૦૫થી ૨૦૧૦માં કોંગ્રેસના શાસનમાં કેવા કૌભાંડો થયા તે ઓનપેપર છે. કોંગ્રેસનના શાસનમાં મેયર વિદેશ જાય ત્યારે ત્યાંથી મનપા તરફથી મળતી મોબાઇલ ફોનની સુવિધાનો કેવો ગેરઉપયોગ થયો હતો એ સૌ કોઇ જાણે છે. પણ ભાજપના શાસનમાં એ ગૌરવ લેવા જેવી બાબત છે કે, વર્તમાન મેયર મનપા તરફથી મળતી મોબાઇલ ફોનની સુવિધાના બદલે પોતાનો પર્સનલ ફોન જ ઉપયોગ કરી જનતાના નાણાની બચત કરે છે. વધુમા સ્ટેન્ડીંગ ચેરમેન જયમીન ઠાકરે કહ્યુ હતુ કે, હું તમામ નગરસેવકો વતી ખાતરી આપુ છું કે, નવા નાણાકીય વર્ષના બજેટમાં જે કામ સુચવાયા છે તે પુરા કરવા તમામ કોર્પોરેટરો પ્રજાની વચ્ચે રહેશે.

નગરસેવકોની ગ્રાન્ટમાં થયેલો વધારો સીધો પ્રજાને લાભ : ડો.ડવ

પૂર્વ મેયરે બજેટને વધાવતા કહ્યુ હતુ કે, નગરસેવકોની ગ્રાન્ટમાં વધારો કરવાનો જે નિર્ણય થયો છે તેનો સીધો લાભ શહેરના વિકાસને થશે. બીજી એક યોજના નવી આધુનિક લાયબ્રેરી બનતા તેમા સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકોની સુવિધાથી ભવિષ્યમાં રાજકોટથી આઇ.પી.એસ., આઇ.એ.એસ. અધિકારી જનતાની સેવા કરતા હશે.

નગરસેવકોના મોટાભાગના સુચનો બજેટમાં સ્વીકારાયા એ આવકાર્ય : સુરેન્દ્રસિંહ વાળા

સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ કહ્યુ હતુ કે, બજેટ સ્ટેન્ડીંગ કમિટીમાં આવ્યુ ત્યારે નગરસેવકો પાસેથી જેટલા સુચનો મગાવ્યા હતા તે મોટાભાગનો સમાવેશ કરાયો છે. કરવેરાના બોજ વગરનું આ બજેટ વાસ્તવિક છે અને તેમા શહેરના મેટ્રો વિકાસનું પ્રતિબીંબ છે.

પ્રજાલક્ષી ઐતિહાસિક યોજનાઓ-સેવા બજેટમાં મુકાઇ છે. નરેન્દ્ર ડવ

નરેન્દ્ર ડવે બજેટ પ્રતિક્રિયા આપતા કહ્યુ હતુ કે, દિવ્યાંગો તેમજ સિનિયર સિટીઝનને સિટી બસ, બીઆરટીએસ તેમજ લાયબ્રેરીમાં વિનામુલ્યે સેવા આપવા સહિત અનેક પ્રજાલક્ષી ઐતિહાસિક યોજનાઓ છે. બીજુ એ કે, મારા વોર્ડમાં આજી નદી પર દેવપરા તરફ બ્રિજ બનાવવાના પ્રોજેક્ટથી હજારો લોકોને લાભ થવાનો છે.

વિકસિત વિસ્તારમાં સુવિધાનો નવો સુર્યોદય : બાબુ ઉધરેજા

વોર્ડ નં.3ના નગરસેવક બાબુ ઉધરેજાએ કહ્યુ હતુ કે, રાજકોટ મનપામાં ભળેલા વોર્ડ મારા વોર્ડના વિસ્તારમાં નવુ સ્મશાન, વોંકળા પાકા કરવા, વોર્ડ ઓફિસનું આધુનિકરણ સહિત સંખ્યાબંધ નવા કામ મુકાયા છે જેનાથી શહેરના સીમાડાનો વિકાસ પૂરઝડપે થશે તેવો આશાવાદ છે.

વર્ષ ૨૦૨3-૨૪માં બજેટના 3૬ ટકા જ કામ થયા, વિકાસ છેતરામણો : વિપક્ષ

વિપક્ષી સભ્ય ભાનુબેન સોરાણીએ કહ્યુ હતુ કે, સ્ટેન્ડીંગ ચેરમેન જયમીન ઠાકરનું આ પ્રથમ બજેટ હોય એટલે આયોજનમાં કાચુ કપાયુ છે. આ અગાઉના સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલના કાર્યકાળમાં ૬ વખત બજેટ રજૂ થયા છે. પણ કામ થયા છે માત્ર 3૬ ટકા જ કામ થયા છે. પછેડી એટલી સોળ તાંણવી જોઇએ. વિકાસની વાત માત્ર છેતરામણી છે.

વિપક્ષી સભ્ય મકબૂલ દાઉદાણી મુકપ્રેક્ષકની જેમ બેઠા રહ્યા

ખાવા-પીવા એક બે વિપક્ષી સભ્ય, બોલ્યા માત્ર એક જ

૭૨ નગરસેવકોમાંથી ચાર કોંગ્રેસના ચૂંટાયા હતા. તેમાથી વશરામ સાગઠિયા સહિત બે નગરસેવકો આપ પાર્ટીમાં જતા રહ્યા હતા ત્યારે કોંગ્રેસે પક્ષાંતરના પગલાં લઇને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરતા હાલ વિપક્ષમાંથી બે જ સભ્ય ખાવા-પીવા રહ્યા છે. તેમાથી બજેટ બોર્ડમાં મકબુલ દાઉદાણી મુક પ્રેક્ષકની જેમ જ બેઠા રહ્યા હતા.

ભાનુબેન સોરાણીને લખેલુ વાંચતા પણ ન આવડ્યુ, હાંકી રહ્યા!

વિપક્ષી સભ્ય ભાનુબેન સોરાણીની સ્પીચ જાણે બાલમંદિરના છોકરા રટો મારતા હોય તેમ બોલતા હતા. સ્પીચ લખેલી અને જોઇ જોઇને બોલતા હતા તો પણ આવડતુ ન હતુ અને તેની સ્પીચ ભરીસભામાં હાસ્યાસ્પદ બની રહી હતી.  એક તબક્કે તો બોલતા બોલતા હાંફી રહ્યા, ચાલુ સ્પીચે માઇક લઇને બેસી ગયા. એ જોઇ ભાજપના નગરસેવકોમાંથી સામુહિક પ્રહાર થયો કે સભ્ય બહેનને કોઇ પાણી પીવડાવો

You Might Also Like

89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન

ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ

 વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં 1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર

 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા

વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ધરાર, રામાપીર ચોકડી સહિતના વિસ્તારમાં નડતર રૂપ રેંકડી, કેબીન, બેનર જપ્ત કરાયા
રાજકોટ

ધરાર, રામાપીર ચોકડી સહિતના વિસ્તારમાં નડતર રૂપ રેંકડી, કેબીન, બેનર જપ્ત કરાયા

Editor By Editor 6 days ago
ભારતનું પ્રથમ ગેસ ATM શરૂ, મોબાઇલ નંબર નાખવાથી સિલિન્ડર શિફિલ્ડ થશે
રાજ્યભરમાં તોફાની પવન સાથે તારાજી, પાકથી વીજ પુરવઠા સુધી વ્યાપક નુકસાન
‘રોગ શરીરને નહીં, નબળા વિચારો માણસને મારે છે’: પૂજ્ય દેવપ્રસાદ સ્વામી
ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?