- ભારતના પાડોશી દેશો અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના સંબંધોમાં આવી કડવાશ
- પાકિસ્તાન નકલી ડૂરંડ રેખાને માન્યતા આપશે તો અમે નહિ આપીએ: સ્ટેનિકઝાઈ
- જો પાકિસ્તાન નહિ સુધરે 1971 જેવા ભાગલા કરી દઇશું: અફઘાનિસ્તાનની વિદેશ મંત્રી
અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં કડવાશનો વધુ એક પુરાવો મળ્યો છે. અફઘાનિસ્તાને પાકિસ્તાનને ધમકાવતા કહ્યું છે કે જો તે નહિ સુધરે તો પાકિસ્તાનના 1971 જેવા હાલ કરી દઇશું. અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસનના ઉપ વિદેશ મંત્રી શેર મોહમ્મદ અબ્બાસ સ્ટેનિકઝાઈએ કહ્યું છે કે પાકિસ્તાન વિભાજનનું ફરી પુનરાવર્તન ભોગવશે અને તેને બે ટુકડામાં વહેંચી નાખવામાં આવશે.
તાલિબાની ઉપવિદેશ મંત્રીએ કહી મોટી વાત
અફઘાનિસ્તાનના તાલિબાની ઉપવિદેશ મંત્રી શેર મોહમ્મદ અબ્બાસ સ્ટેનિકઝાઈએ કહ્યું છે કે પાકિસ્તાન નકલી ડૂરંડ રેખાને માન્યતા આપે છે તો અમે આ રેખાને કોઈ માન્યતા નહિ આપીએ. આ રેખાની પેલેપાર પણ અફઘાનિસ્તાન છે. એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ખૈબર પખ્તુનખ્વા અને ફાટાના કેટલાંક વિસ્તારો પર શરૂઆતથી જ અફઘાનિસ્તાન દાવો કરતું આવ્યું છે, પરંતુ, આ વિવાદ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. પાકિસ્તાને જ્યારેથી અફઘાનિસ્તાનના શરણાર્થીઓને પરત મોકલવાનું શરૂ કર્યું છે, તણાવ સતત વધી રહ્યો છે.
તાલિબાને પાકિસ્તાનને આતંકવાદી ગણાવ્યું
રિપોર્ટ મુજબ, તાલિબાને કહ્યું છે કે પાકિસ્તાન સતત પોતાના દેશમાં આતંકી ગતિવિધિઓને શરણ આપી રહ્યું છે. ભારત સહિત અનેક દેશોમાં આતંકવાદી મોકલવાનો પ્રયાસ કરે છે. છેલ્લા કેટલાંક દિવસોમાં પાકિસ્તાનથી અફઘાનિસ્તાનની સરહદમાં પણ આતંકવાદીઓને મોકલવા દરમિયાન ફાયરિંગની સૂચના મળી હતી.
આ રીતે થયા હતા પાકિસ્તાન-બાંગ્લાદેશના ભાગલા
અફઘાનિસ્તાને 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધની વાતનું પુનઃઉચ્ચારણ કરતાં બે ટુકડામાં ભાગી નાખવાની વાત કરી. એક રિપોર્ટ મુજબ, ભારતે વર્ષ 1971માં પાકિસ્તાનને યુદ્ધમાં ખરાબ રીતે હાર આપી હતી. ત્યારબાદ, પાકિસ્તાન અને બાંગ્લાદેશના ભાગલા થયા. કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાન પશ્ચિમ પાકિસ્તાનને વધુ મહત્વ આપતું હતું, જેને કારણે બાંગ્લાદેશમાં સ્વતંત્રતા સંગ્રામ શરૂ થઈ ગયો જેનું ભારતે સમર્થન કર્યું. ઇન્દિરા ગાંધીની સરકારમાં ભારતે પાકિસ્તાન સામે યુદ્ધ છેડી દીધું અને તેમ મહત્વની જીત મેળવી. 16 ડિસેમ્બર 9171માં બાંગ્લાદેશ સ્વતંત્ર રાષ્ટ્ર બનીને અસ્તિત્વમાં આવ્યું.


