- એકાતેરિના કાત્યા મિજુલિના સેનેટર એલેનાની દીકરી હોવાની વાતો
- 71 વર્ષીય પુતિન કરતાં 34 વર્ષ નાની ઉંમરની છે એકાતેરિના
- એકાતેરિના કાત્યા મિજુલિના પુતિનની ઈન્ટરનેટ ટીકાઓને સેન્સર કરે
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન કથિત રીતે ફરી એકવાર રશિયન હસીનાના પ્રેમમાં પડ્યા હોવાની અટકળો શરૂ થઈ છે. યુક્રેન મીડિયાના હવાલાથી કહેવામાં આવી રહ્યું છે કે પુતિન લંડનમાં ભણેલી એક મહિલાના પ્રેમમાં પડ્યા છે. ખાસ વાત તો એ છે કે આ મહિલા પુતિનની ઈન્ટરનેટ ટીકાઓને સેન્સર કરે છે. મહિલાનું નામ એકાતેરિના કાત્યા મિજુલિના હોવાનું કહેવાઈ રહ્યું છે. રશિયન રાષ્ટ્રપતિ પુતિનની ઉંમર હાલ 71 વર્ષ છે, જ્યારે મિજુલિનાની ઉંમર માત્ર 37 વર્ષ છે. મિજુલિના પુતિનના વિચારોની સમર્થક છે.
સેનેટર એલેના મિજુલિનાની પુત્રી છે એકાતેરિના
એકાતેરિના કાત્યા મિજુલિના યુક્રેનિયન વિપક્ષી સેનેટર એલેના મિજુલિનાની દીકરી છે. એકાતેરિના પુતિનની નૈતિક સલાહકાર હોવાનું કહેવાઈ રહ્યું છે. જો કે, રશિયામાં તે વેબ સેન્સર તરીકે ઓળખાય છે. તે પુતિન વિરુદ્ધ એવા અહેવાલો પર કામ કરે છે જે તેમની છબીને નુકસાન પહોંચાડે છે અથવા તેમની ટીકા કરે છે. ખાસ કરીને તે યુક્રેન મુદ્દે સંબંધિત કાર્યવાહી પર વધુ સક્રિય છે.
એલિના કાબેવા સાથે પણ જોડાઈ ચૂક્યું છે પુતિનનું નામ
વ્લાદિમીર પુતિનનું નામ રશિયાની પૂર્વ ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા એલિના કાબેવા સાથે પણ જોડવામાં આવી ચૂક્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 40 વર્ષીય ભૂતપૂર્વ રશિયન જિમનાસ્ટ કાબેવા અને પુતિન લાંબા સમયથી રિલેશનશિપમાં હતા. આ સમયગાળા દરમિયાન તેમને બે-ત્રણ બાળકો પણ થયા. જો કે, મોસ્કો દ્વારા આ સમાચારની ક્યારેય પુષ્ટિ કરવામાં આવી ન હતી.
શું પુતિન ખરેખર પ્રેમમાં પડ્યા હતા?
રશિયન માનવાધિકાર પ્રચારક ઓલ્ગા રોમાનોવાએ ચેનલ 24 સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે પુતિન પણ એકાતેરિનાને પસંદ કરે છે. બંનેની જોડી તેમને ખૂબ જ અનુકૂળ આવે છે. એટલું જ નહીં, ઓલ્ગાએ એકાતેરિનાની સરખામણી પુતિનની પૂર્વ પ્રેમિકા સ્વેત્લાના ક્રિવોનોગિખ સાથે કરી છે. ઓલ્ગા અનુસાર, એકાતેરિના સ્વેત્લાનાની જેમ ખૂબ જ સુંદર છે. પુતિન અને સ્વેત્લાનાને એક પુત્રી છે. જેનું નામ લુઇઝા છે.


