- આ પહેલા સપાએ આપ્યો હતો 11 બેઠકો કોંગ્રેસને આપવાનો પ્રસ્તાવ
- યુપી કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષે અસંતોષ વ્યક્ત કરતાં નવેસરથી બેઠકો આપી
- જોકે 17 બેઠકોના પ્રસ્તાવને લઈને કોંગ્રેસે નથી આપી કોઈ પ્રતિક્રિયા
સમાજવાદી પાર્ટીએ હવે કોંગ્રેસને ગઠબંધન હેઠળ 17 બેઠકો પર તેના ઉમેદવારો ઉભા રાખવાનો પ્રસ્તાવ મૂક્યો છે. અગાઉ, સપાએ કોંગ્રેસને 11 બેઠકો પર ચૂંટણી લડવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેના કારણે બંને પક્ષો વચ્ચે નિવેદનબાજી શરૂ થઈ ગઈ હતી. સોમવારે સપા પ્રમુખ અખિલેશ યાદવે કોંગ્રેસ માટે 17 લોકસભા બેઠકો કોંગ્રેસ માટે છોડવાનો નિર્ણય કર્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર સમાજવાદી પાર્ટીએ કોંગ્રેસને અમેઠી, રાયબરેલી, બારાબંકી, સીતાપુર, કૈસરગંજ, વારાણસી, અમરોહા, સહારનપુર, ગૌતમ બુદ્ધ નગર, ગાઝિયાબાદ, બુલંદશહર, ફતેહપુર સીકરી, કાનપુર, હાથરસ, ઝાંસી, મહારાજગંજ અને બાગપત બેઠકો આપવાનો નિર્ણય કર્યો છે.
કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે સપા તરફથી 17 બેઠકોનો પ્રસ્તાવ મળ્યો છે, જોકે, પાર્ટી તરફથી આ પ્રસ્તાવને લઈને કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. મહત્વનું છે કે આ પહેલા 11 બેઠકોનો પ્રસ્તાવ આપવાને લઈને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અજય રાયે અસંતોષ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ સમાજવાદી પાર્ટીએ નવેસરથી બેઠકોની પસંદગી કરીને કોંગ્રેસ નેતૃત્વને નવી 17 બેઠકો સાથેનો પ્રસ્તાવ મોકલ્યો છે.


