- આગની જાણ થતાં 15 ફાયર ફાઈટર ઘટનાસ્થળે મોકલાયા
- શાહબાદ ડેરી વિસ્તામાં આગ લાગતાં 130 ઝૂંપડા બળીને ખાખ
- આગની ઘટના રવિવારે રાત્રે લગભગ 10 વાગ્યા આસપાસ બની
દિલ્હીના શાહબાદ ડેરી વિસ્તારમાં ભીષણ આગ લાગી હતી. આગમાં 130 જેટલા ઝૂંપડા બળીને ખાખ થઈ ગયા હતા. દિલ્હી ફાયર સર્વિસ તરફથી મળેલી માહિતી અનુસાર, આગની ઘટના રવિવારે રાત્રે લગભગ 10 વાગ્યાની આસપાસ બની હતી. ઘટનાની જાણ થતાં જ 15 ફાયર ફાઈટર ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. દિલ્હીના શાહબાદ ડેરી વિસ્તારમાં ભીષણ આગ લાગવાનો મામલો સામે આવ્યો છે. આ આગમાં 130 જેટલા ઝૂંપડા બળીને રાખ થઈ ગયા હતા.
આલીપોર માર્કેટમાં આગ લાગી હતી
તાજેતરમાં જ દિલ્હીના અલીપોર માર્કેટમાં એક પેઇન્ટ ફેક્ટરીમાં આવી જ ભીષણ આગ લાગી હતી. દુર્ઘટના સમયે, ખૂબ જ સાંકડા વિસ્તારમાં સ્થિત આ પેઇન્ટ ફેક્ટરીમાં કામદારો કામ કરી રહ્યા હતા, જેઓ આગ પછી બહાર આવી શક્યા ન હતા. મૃત્યુઆંક 11 થયો હતો. આગ એટલી ભયાનક હતી કે જ્વાળાઓ દૂર દૂર સુધી દેખાતી હતી.
11 બળેલા મૃતદેહો મળી આવ્યા હતા
આ ફેક્ટરી સોનીપતના રહેવાસી અશોક જૈનના પુત્ર અખિલ જૈન ચલાવતો હતો. ફાયર વિભાગની સાથે NDRF ઘટના સ્થળે પહોંચી અને બળી ગયેલી ઈમારતોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું. પેઇન્ટ ફેક્ટરીમાંથી કુલ 11 બળેલા મૃતદેહો મળી આવ્યા હતા, જેમાં 10 પુરુષ અને 1 મહિલાનો સમાવેશ થાય છે.
ફેક્ટરીમાં ઘણા કેમિકલ રાખવામાં આવ્યા હતા
પોલીસે જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં આશંકા છે કે ફેક્ટરીમાં આગ લાગ્યા બાદ ફેક્ટરીનો ગેટ બંધ હતો અને કામદારો તેમાંથી બહાર આવી શક્યા ન હતા. ફોરેન્સિક નિષ્ણાતોએ સ્થળ પરથી સેમ્પલ લીધા છે. એવું પણ બહાર આવ્યું છે કે જે ફેક્ટરીમાં ઘણા બધા કેમિકલ રાખવામાં આવ્યા હતા તેમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. જે સમગ્ર ફેક્ટરીમાં ફેલાઈ ગઈ હતી.


