- અમદાવાદ એરપોર્ટ પર પોલીસનો કાફલો તૈનાત
- શહેરના માર્ગો પર વિવિધ બેનર લગાવાયા
- એરપોર્ટથી લઈ ગાંધીનગર સુધીના માર્ગો પર બેનર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનના પગલે અમદાવાદ શહેરમાં તડામાર તૈયારીઓ શરૂ થઇ છે. જેમાં અમદાવાદ એરપોર્ટ પર પોલીસનો કાફલો તૈનાત થયો છે. તેમજ શહેરના માર્ગો પર વિવિધ બેનર લગાવાયા છે. જેમાં એરપોર્ટથી લઈ ગાંધીનગર સુધીના માર્ગો પર બેનર લગાવામાં આવ્યા છે.
PM મોદી સવારે 10:20 વાગ્યે અમદાવાદ એરપોર્ટ આવશે
PM મોદી સવારે 10:20 વાગ્યે અમદાવાદ એરપોર્ટ આવશે. તેમજ 10:45 કલાકે GCMMFના કાર્યક્રમમાં હાજરી આપશે. તથા વડાપ્રધાન મોદી 12:00 કલાકે હેલિકૉપ્ટરથી મહેસાણા જવા રવાના થશે. તેમજ 12:45 વાગ્યે તરભના વાળીનાથ મંદિરમાં દર્શન કરશે. તથા 1:00 કલાકે વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. બપોરે 2:45 કલાકે PM મોદી અમદાવાદથી સુરત જવા રવાના થશે. જેમાં 4:15 કલાકે નવસારીમાં કાર્યક્રમ અને જાહેરસભાને સંબોધન કરશે.
વડાપ્રધાન મોદી સાંજે 6:15 કલાકે કાકરાપાર પાવર પ્રોજેક્ટની મુલાકાત લેશે
વડાપ્રધાન મોદી સાંજે 6:15 કલાકે કાકરાપાર પાવર પ્રોજેક્ટની મુલાકાત લેશે. તેમજ સાંજે 7:35 વાગ્યે સુરતથી વારાણસી જવા રવાના થશે. વડાપ્રધાન મોદી આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવશે. જેમાં 3 જિલ્લાઓના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેમાં અમદાવાદ, મહેસાણા અને નવસારીમાં કાર્યક્રમ હાજરી આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવશે.


