- રૂા. આઠ કરોડના વેરા બાકી પડતા હોય
- દુકાનો સીલ કરી પાણી, ગટરના જોડાણ કાપતા બાકીદારોમાં ફફડાટ
- દસ દુકાનોનો 2.50 લાખ જેટલો વેરો બાકી પડતો
જંબુસર નગર પાલિકા વિસ્તાર માં આવેલ મિલકતોના આશરે રૂા. આઠ કરોડના વેરા બાકી પડતા હોય જંબુસર પાલિકા દ્વારા મિલકતો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાતા નગર ના વેરા બાકીદારોમા ફ્ફ્ડાટની લાગણી પ્રવર્તી છે.
જંબુસર નગરપાલિકા વિસ્તાર માં આવેલ મિલકત ધારકો સમયસર નગર પાલિકાના વેરાઓ ભરપાઈ કરતા ન હોય પાલિકા ખાતે આશરે 8 કરોડ જેટલી માતબર રકમના વેરા બાકી પડતા હોય જેની વસુલાતની કામગીરી નગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ડાભા ચોકડીથી સેન્ટર પ્લાઝા સુધીની 10 મિલ્કતો નગરપાલિકા ચીફ્ ઓફ્સિર મનન ચતુર્વેદી ની સુચના અન્વયે પાલિકા સ્ટાફ્ દ્વારા સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દસ દુકાનોનો 2.50 લાખ જેટલો વેરો બાકી પડતો હોય દુકાનો સીલ કરવામાં આવી હતી. તેમજ અન્ય વિસ્તારોમાં પાણી, ગટર ના કનેક્શન કાપી નાખ્યા હતા.પાલિકા દ્વારા વેરા વસુલાતની કડક કાર્યવાહી હાથ ધરાતા રૂ. 97000 જેટલીરકમની વસુલાત કરવામાં આવી હતી.


