By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    4 hours ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    3 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    4 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    5 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ચંદીગઢના મેયર ચૂંટણીમાં આપ ઉમેદવાર વિજેતા, સુપ્રીમ કોર્ટના નિર્ણયની 5 મહત્ત્વની બાબતો…
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

ચંદીગઢના મેયર ચૂંટણીમાં આપ ઉમેદવાર વિજેતા, સુપ્રીમ કોર્ટના નિર્ણયની 5 મહત્ત્વની બાબતો…

agragujaratnews
Last updated: 2024/02/21 at 11:51 AM
2 years ago
Share
ચંદીગઢના મેયર ચૂંટણીમાં આપ ઉમેદવાર વિજેતા, સુપ્રીમ કોર્ટના નિર્ણયની 5 મહત્ત્વની બાબતો…
SHARE

  • સુ્પ્રીમ કોર્ટે આપના ઉમેદવાર કુલદીપ કુમારને વિજેતા જાહેર કર્યા
  • સુપ્રીમે પ્રિસાઈડિંગ ઓફિસરને ગેરરીતિ માટે દોષિત ઠેરવ્યાં હતાં
  • ખોટા નિવેદન બદલ CRPCની કલમ 340 હેઠળ ફોજદારી કાર્યવાહી

સુપ્રીમ કોર્ટે મંગળવારે ઐતિહાસિક ચુકાદો આપતા આમ આદમી પાર્ટીના ઉમેદવાર કુલદીપ કુમારને વિજેતા જાહેર કર્યા છે. કોર્ટે કહ્યું કે, કોર્ટ એ સુનિશ્ચિત કરવા બંધાયેલ છે કે, આવી યુક્તિઓથી લોકતાંત્રિક પ્રક્રિયાનો નાશ ન થાય. કોર્ટે કહ્યું કે, આ કોર્ટ ન્યાય કરવા બંધાયેલી છે, સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને રદ કરવી યોગ્ય નથી. પરંતુ પ્રિસાઇડિંગ ઓફિસર ગેરરીતિ માટે દોષિત છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે ચંદીગઢ મેયરની ચૂંટણી અંગે પોતાનો ચુકાદો આપતાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર કુલદીપ કુમારને વિજેતા જાહેર કર્યા હતા. કોર્ટે કહ્યું કે મેયરની ચૂંટણીમાં અમાન્ય કરાયેલા આઠ બેલેટ પેપર માન્ય ગણવામાં આવશે. આ સાથે રિટર્નિંગ ઓફિસર અનિલ મસીહને કોર્ટના તિરસ્કારની નોટિસ આપવામાં આવી છે.

કુલદીપ કુમાર ચંદીગઢના મેયર

સુપ્રીમ કોર્ટે મંગળવારે ઐતિહાસિક ચુકાદો આપતા આમ આદમી પાર્ટીના ઉમેદવાર કુલદીપ કુમારને વિજેતા જાહેર કર્યા છે. કોર્ટે કહ્યું કે કોર્ટ એ સુનિશ્ચિત કરવા બંધાયેલ છે કે આવી યુક્તિઓથી લોકતાંત્રિક પ્રક્રિયાનો નાશ ન થાય. કોર્ટે કહ્યું કે આ કોર્ટ ન્યાય કરવા બંધાયેલી છે, સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને રદ કરવી યોગ્ય નથી. પરંતુ પ્રિસાઇડિંગ ઓફિસર ગેરરીતિ માટે દોષિત છે.

આઠ બેલેટ પેપર નામંજૂર

મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની ત્રણ સભ્યોની બેંચે ચૂંટણીમાં પડેલા બેલેટ પેપરની તપાસ કરી અને જાણવા મળ્યું કે આઠ બેલેટ પેપર માન્ય હતા અને આમ આદમી પાર્ટીના મેયર પદના ઉમેદવાર કુલદીપ કુમારની તરફેણમાં નાખવામાં આવ્યા હતા. પરંતુ મસીહે આ આઠ બેલેટ પેપર સાથે જાણીજોઈને છેડછાડ કરી હતી.

અનિલ મસીહે તેના અધિકારોથી આગળ કામ કર્યું

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ચંદ્રચુડની બેન્ચે કહ્યું કે વીડિયો જોયા બાદ સ્પષ્ટ થાય છે કે રિટર્નિંગ ઓફિસર અનિલ મસિહે કેટલાક બેલેટ પેપર પર ખાસ નિશાનો બનાવ્યા છે. તમામ આઠ મત કુલદીપ કુમારને ગયા. પરંતુ રિટર્નિંગ ઓફિસરે મત ગેરલાયક ઠેરવવા માટે માર્કસ મુક્યા હતા. તેણે સ્પષ્ટપણે તેના અધિકારની બહાર કામ કર્યું છે.

લોકશાહી સિદ્ધાંતોને પુનઃસ્થાપિત કરવાની કોર્ટની જવાબદારી

સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે લોકતાંત્રિક સિદ્ધાંતો અને મૂલ્યોને પુનઃસ્થાપિત કરવાની જવાબદારી કોર્ટની છે. ખંડપીઠે કહ્યું કે કોર્ટે અનિલ મસીહ સામે કોર્ટ સમક્ષ ખોટું નિવેદન રજૂ કરવા બદલ CRPCની કલમ 340 હેઠળ ફોજદારી કાર્યવાહી શરૂ કરી છે.

અનિલ મસીહને તિરસ્કારની નોટિસ

સુપ્રીમ કોર્ટે ચંદીગઢ મેયરની ચૂંટણીના રિટર્નિંગ ઓફિસર અનિલ મસીહ વિરુદ્ધ CrPCની કલમ 340 હેઠળ કાર્યવાહી શરૂ કરી છે. તેમને કોર્ટના તિરસ્કારની નોટિસ જારી કરવામાં આવી છે અને તેમનો જવાબ માંગવામાં આવ્યો છે. મસીહને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં આ મામલે પોતાનો જવાબ દાખલ કરવા માટે ત્રણ અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટે, પ્રશાસન અને અનિલ મસીહની આકરી ઝાટકણી કાઢી

તમને જણાવી દઈએ કે આ પહેલા સોમવારની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે પ્રશાસન અને રિટર્નિંગ ઓફિસર અનિલ મસીહને આકરી ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે આ લોકતંત્રની મજાક છે. આ ચૂંટણીમાં રિટર્નિંગ ઓફિસરની કાર્યવાહીનો વીડિયો જોઈને સ્પષ્ટ થાય છે કે લોકશાહીની હત્યા થઈ છે. આ રિટર્નિંગ ઓફિસર શું કરે છે? અમે નથી ઈચ્છતા કે દેશમાં લોકશાહીની હત્યા થાય. અમે આવું થવા દઈશું નહીં, આવી સ્થિતિમાં સુપ્રીમ કોર્ટ આંખો બંધ કરીને નહીં બેસે. મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી દરમિયાન થયેલા મતદાન અને મતગણતરીનો વીડિયો જોયા બાદ સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરી હતી.

મેયરની ચૂંટણીમાં શું થયું?

ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કુલ 35 કાઉન્સિલરો છે. અને સાંસદ કિરણ ખેરનો મત પણ છે. આ રીતે કુલ 36 મત છે. મેયરની ચૂંટણી જીતવા માટે 19 વોટની જરૂર છે. ભાજપ પાસે તેના 14 કાઉન્સિલર અને એક સાંસદ સહિત કુલ 15 મત હતા. જ્યારે આમ આદમી પાર્ટી પાસે 13 અને કોંગ્રેસ પાસે 7 કાઉન્સિલર છે. અકાલી દળના કાઉન્સિલરે પણ ભાજપને સમર્થન આપ્યું હતું.

You Might Also Like

પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો

નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મનપા દ્વારા જનગણના અંતર્ગત તા.૨૦ એપ્રિલથી તા.૧૯મે સુધી કરાશે હાઉસ લિસ્ટીંગની કામગીરી
રાજકોટ

મનપા દ્વારા જનગણના અંતર્ગત તા.૨૦ એપ્રિલથી તા.૧૯મે સુધી કરાશે હાઉસ લિસ્ટીંગની કામગીરી

Editor By Editor 4 hours ago
ગોંડલના ચોરડી ગામ પાસે ટ્રક હડફેટે બાઇક સવાર યુવાનનું મોત
લોક વિજ્ઞાન કેન્દ્ર ની વીમેન્સ સાયન્સ કલબની બહેનો દ્વારા વિશ્વ રંગમંચ દિવસની ઉજવણી
રાજકોટ સહિત રાજયમાં ૧૫ દિવસમાં LPGને લગતી ૧૦ હજારથી વધુ ફરિયાદો
બાળકોને પબ્લિક વેહીકલમાં બેસતા શીખવીએ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?