By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    2 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    5 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    6 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    7 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: SAGમાં ચાલતા ગોરખધંધામાં સામેલ છ કોચની બદલી, એકને સસ્પેન્ડ કરી દેવાયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

SAGમાં ચાલતા ગોરખધંધામાં સામેલ છ કોચની બદલી, એકને સસ્પેન્ડ કરી દેવાયો

agragujaratnews
Last updated: 2024/02/21 at 11:51 AM
2 years ago
Share
SAGમાં ચાલતા ગોરખધંધામાં સામેલ છ કોચની બદલી, એકને સસ્પેન્ડ કરી દેવાયો
SHARE

  • ગ્રાઉન્ડને બદલે ઓફિસમાંથી વહીવટ, ગંભીર ગેરશિસ્ત ઉઘાડી પડતા કાર્યવાહી
  • વર્ષોથી કોન્ટ્રાક્ટ ઉપર રહેલા 13 કોચ, 15 ટ્રેનર્સને પણ તત્કાળ અસરથી હાંકી કઢાયા
  • અસંખ્ય ફરિયાદો પહોંચતા રમત ગમત વિભાગના મંત્રી હર્ષ સંઘવીએ તપાસના આદેશો આપ્યા હતા

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત- SAGમાં લાંબા સમયથી કાયમી ભરતીના અને કોન્ટ્રાક્ટ ઉપર સેવા આપી રહેલા વિવિધ રમતોના કોચ તેમજ ટ્રેનર્સ સામે આર્થિક, વહીવટી, નૈતિક ગેરવર્તણૂંક સંદર્ભે ફરિયાદો ઉઠતી રહી છે. આવા ગોરખધંધામાં ખુલ્લા પડતા મંગળવારની સવારે ઓથોરિટી- SAG ડાયરેક્ટર જનરલે એક સાથે કાયમી ભરતીના (વર્ગ-3)ના છ જેટલા રૂસુખદાર કોચની બદલીના આદેશો પ્રસિદ્ધ હતા. એટલું જ નહીં, તેની સાથે અત્યંત ગંભીર કહી શકાય અને જેની વર્ણન પણ થઈ ન શકે તેવી હરકતો સબબ એક કોચને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.

ગુજરાતમાં ગ્રાઉન્ડ ઉપર રમતવીરો તૈયાર કરવા ટ્રેઈનિંગ આપવાને બદલે ગાંધીનગર સ્થિત SAG હેડ ઓફિસ અને જિલ્લા કચેરીમાં બેસીને માત્ર વહીવટી કામો જ કરતા ડિસ્ટ્રિક્ટ કોચ કેડરના અનેક અધિકારીઓ સામે અસંખ્ય ફરિયાદો પહોંચતા રમત ગમત વિભાગના મંત્રી હર્ષ સંઘવીએ તપાસના આદેશો આપ્યા હતા. જેમાં તથ્યાત્મક પુરાવા પ્રાપ્ત થતા મંગળવારની સવારે SAGના ડાયરેક્ટર જનરલ આર. એસ. નિનામાને કાયમી ભરતીના છ કોચની તત્કાળ અસરે બદલી કરવી પડી છે, એક કોચને સસ્પેન્ડ કરવાનો આદેશ આપવો પડયો છે. માત્ર સરકારી જિલ્લા કોચ જ નહિ, તદ્ઉપરાંત વર્ષોથી કોન્ટ્રાક્ટ પર કાર્યરત 13 જેટલા કોચ અને 15 ટેનર્સને પણ તત્કાળ અસરથી છુટા કરવાનો પણ નિયામકે આદેશ કર્યો છે. કહેવાય છે કે, SAGએ વર્ષો અગાઉ કાયમી ભરતી હેઠળ 160થી વધારે કોચને નવા રમતવીરો તૈયાર કરવા કામગીરી સોંપી હતી. જે પૈકી મોટાભાગના કોચ ગ્રાઉન્ડ ઉપર રમતવીરોને તાલીમ આપવાને બદલે ઓફિસમાં બેસીને જ આર્થિક અને વહીવટી કામ સંભાળતા હતા. આવા 18થી વધુ ડિસ્ટ્રિક્ટ કોચે પોતાના મિત્રો, સગા સબંધીઓને કોન્ટ્રાક્ટ ઉપર ભરતી કરી તગડા પગારે SAGમાં ગોઠવ્યા હતા. તેમની સામે પણ કાર્યવાહી થઈ છે.

બોટાદના ડિસ્ટ્રિક્ટ કોચ ઈમરાન પઠાણ સસ્પેન્ડ, ઈન્કવાયરી શરૂ

SAGના ડાયરેક્ટર જનરલ એસ.એસ.નિનામાએ કરેલા ફરજ મોકૂફીના હુકમમાં બોટાદના ડિસ્ટ્રિક્ટ કોચ ઈમરાનખાન દિલાવરખાન પઠાણ સામે ગંભીર ગેરશિસ્તની ફરિયાદ મળ્યાનો ઉલ્લેખ કરાયો છે. અલબત્ત આ ફરિયાદના મુદ્દા અંગે કોઈ જ સ્પષ્ટતા થઈ નથી. કહેવાય છે કે, બોટાદના ડિસ્ટ્રિક્ટ કોચ હોવા છતાંય વર્ષોથી હેન્ડબોલના કોચ ઈમરાનખાન પઠાણને ગાંધીનગર સ્થિત હેડ ઓફિસ કે અન્ય જિલ્લાના ચાર્જ સોંપાઈ રહ્યા હતા. આ કોચ સામે જાહેરમાં વર્ણન ન કરી શકાય તેવી ફરિયાદ થયાનું SAGમાંથી જાણવા મળ્યુ છે.

રાતોરાત કાર્યવાહી પાછળના મુખ્ય પાંચ કારણો

અન્ય જિલ્લામાં નિમણૂંક છતાંય ગાંધીનગરમાં SAG હેડ ઓફિસમાં આઠ-નવ વર્ષથી સોંપાતું કામ રમત ગમતના સાધનો, કેટરિંગ, મેનપાવર માટે એજન્સી કે કોન્ટ્રાક્ટર પસંદગી ચાલતો ભ્રષ્ટ્રચાર આઉટસોર્શિંગની તમામ સેવાઓમાં પોતાના જ માણસોની ગોઠવીને કમિશન લેવાનું કૌભાંડ સ્પોટર્સ હોસ્ટલમાં કેફી પીણા, દારૂની પાર્ટીઓની ફરિયાદો તેમજ વારંવાર થતા છેડતીના આક્ષેપો જિલ્લા સ્પોર્ટ્સ સંકૂલને અપતી ગ્રાન્ટમાં કટકી, કાર્યક્રમોના આયોજનોના ઊંચા ખર્ચા

સ્પોટ્ર્સની ટ્રેનિંગને બદલે કરોડોના ટેન્ડરમાં ખેલતા

સ્વિમિંગ, વોલીબોલ જેવી ઈનડોર અને આઉટડોર જેવી રમતો માટે ગુજરાતની આવતીકાલને તૈયાર કરવાને બદલે ડિસ્ટ્રિક્ટ કોચ કોમ્પેલક્ષના ટેન્ડર અને તેના સંચાલન માટે એજન્સીઓની પસંદગીની રમતમાં જ રચ્યાપચ્યા રહેતા હતા ! ખરેખર જેણે કોચિંગ આપવાનું છે તેવા કોચને હેડ ઓફિસ SAG ટેન્ડર શાખા, PIU (બાંધકામ)ના OSD અને ગ્રાન્ટ મંજરી અને રિલિઝ કરવા જેવા વહીવટી કામો માટે ખેલમહાકુંભ, ઈન સ્કૂલ જેવા કામો વર્ષોથી સોંપવામાં આવ્યા હતા. જેની સામે ઉચ્ચસ્તરીય કમિટી રચીને તપાસ સોંપાશે.

You Might Also Like

માંડવીમાં ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માના ૨૦૦ વર્ષ જૂના મકાનની હાલત ચિંતાજનક

ગીરનાર રોપ-વે સેવા તા.૧૨મીથી તા.૧૮ સુધી સહેલાણીઓ માટે બંધ

જામનગરમાં વોર્ડ નં.૨ના આપના ઉમેદવાર જયદિપસિંહ ઝાલાની ધરપકડ

પીએમના કાર્યક્રમ માટે એસ.ટી.ની 2000થી વધુ બસો રોકાઈ : ગ્રામ્ય રૂટો પર સૌથી વધુ અસર

મોરબીમાં ઉદ્યોગપતિ પર હુમલો કરનાર જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેનની ધરપકડ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
દુબઈની કંપનીમાં રોકાણના નામે 1.48 કરોડોની છેતરપિંડી
રાજકોટ

દુબઈની કંપનીમાં રોકાણના નામે 1.48 કરોડોની છેતરપિંડી

Editor By Editor 3 days ago
 હોસ્પિટલો, કિલનિક અને લેબોરેટરીના રજીસ્ટ્રેશન માટેની સમયમર્યાદા કેન્સલ
રાજકોટમાં આયોજિત જિજ્ઞેશદાદાની ભાગવત કથા હવે ૮૯.૬ FM રેડિયો પર
તાલાલાના યુટયુબલ રોયલ રાજાના ઘરમાંથી ૨૪૯ બોટલ દારૂ ઝડપાયો
ગુજરાતની બોર્ડર નજીકથી છાપરી ચેકપોસ્ટ પરથી કરોડોનું ચરસ પકડાયું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?