- આણંદ જિલ્લાના 24 લાખ નાગરિકોનું સિવિલનું સ્વપ્ન 27 વર્ષ બાદ સાકાર થયું
- રજિસ્ટ્રેશન, ઇમરજન્સી, ફાર્મસી, ઓર્થોપેડિક, પીડિયાટ્રિક, ગાયનેક,ડેન્ટલની સુવિદ્યા
- 04 ઓપરેશન થિયેટર ધરાવતી સિવિલ હોસ્પિટલનુ નિર્માણ કરાશે
આણંદ જ્લ્લિામાં 163,90 કરોડના ખર્ચે નિર્માણ પામનાર જિલ્લા કક્ષાની આધુનિક સિવિલ હોસ્પિટલ અને આર્યુવૈદિક હોસ્પિટલનુ આગામી 25 મીએ રાજકોટ શહેરના રેસકોર્ષ મેદાન ખાતે ઉપસ્થિત રહેનાર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત કરવામા આવશે. 29761 હેકટર વિસ્તારમાં 239 વોર્ડ બેડ, 45 આઇસીયુ બેડ, 04 ઓપરેશન થિયેટર ધરાવતી સિવિલ હોસ્પિટલનુ નિર્માણ કરાશે
રાજ્યના અનેક વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્તની સાથોસાથ આણંદમા નિર્માણ પામનાર ત્રણ મજલાની સિવિલ હોસ્પિટલનુ આગામી સોમવારે નરેન્દ્રભાઇ મોદીના હસ્તે વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત કરાશે. હોસ્પિટલમા રજિસ્ટ્રેશન, ઇમરજન્સી, રેડીયોલોજી, ફાર્મસી, લેબર એરિયા, ઓપીડી જેવી કે ઓર્થોપેડિક, પીડિયાટ્રિક, ગાયનેક, જનરલ, ડેન્ટલ, ડાયેટીશીયન, ફિઝિયોથેરાપી, સ્કીન, એનઆરસી, 4 ઓટી કોમ્પેક્ષ, એડવાન્સ લેબોરેટરી સર્વિસ, ડાયાલિસીસની સુવિદ્યા ઉપલબ્ધ બનશે. મેલ અને ફિમેલ વોર્ડ, આઇસોલેશન વોર્ડ, સ્પેશિયલ રૂમ, એનઆઇસીયુ, પીઆઇસીયુ, બર્ન, આઇસીસીયુ અ;ે એસઆઇસીયુ, પ્રીઝનર વોર્ડ તેમજ બ્લડ બેન્ક, કીચન અને ડાઇનીંગ, એડમીન ઓફિસ, ઇલેક્ટ્રીકલ અને પાવર બેક અપ સિસ્ટમ, મોર્ચ્યુરી, લોન્ડ્રી, મેડીકલ, ગેસ પાઇપલાઇન, ફાયર ફાઇટિંગ સિસ્ટમ, વોટર સપ્લાય, સુએજ સીસ્ટમ, બાયો મેડીકલ વેસ્ટ સિસ્ટમ ઉપલબ્ધ કરાવાશે. હોસ્પિટલની આગળની બાજુએ લેન્ડ સ્કેપીંગ, ગાર્ડનીંગ તથા ઓપન એરિયામાં દર્દીઓના સગા-વહાલા માટે વેઇટીંગ એરિયા શેડ સાથે પાછળની બાજુએ ટુવ્હીલર, ફોર વ્હીલર પાર્કિગ શેડ તથા ઓવરહેડ વોટર ટેન્ક, પંપ રૂમ, સબમર્સિબલ બોર સહિતની સુવિદ્યા અપાશે. ઉપરાંત 50 બેડ ધરાવતી આયુર્વૈદિક હોસ્પિટલમાં રજિસ્ટ્રેશન, ફિઝિયોથેરાપી, યોગા હોલ, હોમિયોપથી ઓપીડી મેલ અને ફીમેલ વોર્ડ, મેલ અને ફીમેલ પંચકર્મ, કોન્ફરન્સ હોલ, વહીવટી કચેરી, 2 સ્પેશિયલ રૂમ, ઓટી, એડમીન ઓફિસનું નિર્માણ કરાશે. પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય જિલ્લાના 24 લાખ નાગરિકોને આધુનિક તબીબી સેવા પુરી પાડવા, દર્દીઓની આરોગ્ય સુખાકારીને પ્રાથમિકતા આપવાનો હોઇ સમગ્ર જિલ્લાના રહેવાસીઓને તેનો લાભ મળશે.


