- ગાંજાની પડીકીઓ બનાવીને છૂટક વેચાણ કરતો હતો
- વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરી છે
- પૂછપરછ કરતા ગાંજાનો જથ્થો તે સુરતથી લાવતો હતો એવું જાણવા મળ્યું
ખંભાત શહેરના અકબરપુર, લીમડા શેરી, મદારનગર ખાતે આણંદ એસઓજી પોલીસે છાપો મારીને એક શખ્સને નશીલા 3.515 કિલોગ્રામ ગાંજા સાથે ઝડપી પાડીને વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ ખંભાતમાં રહેતો સિકંદર ઉરફે બાદશાહ ઉરફે સિકો ડોન ફિરોજભાઈ મલેક પોતાના ઘર આગળ બનાવેલા પતરાના શેડવાળા છાપરામાં ગાંજાનું છુટક વેચાણ કરે છે. જેના આધારે પોલીસે છાપો મારતાં સિકંદર ઉરફે બાદશાહ ઝડપાઈ જવા પામ્યો હતો. તેની પાસેથી ગાંજા જેવો નશીલો પદાર્થ મળી આવ્યો હતો. તેની ખરાઈ કરવા માટે એફ્એસએલને જાણ કરતાં તેઓ નાર્કો કીટ સાથે ખંભાત ખાતે પહોંચી ગયા હતા અને પકડાયેલા પદાર્થનું પૃથ્થકરણ કરીને તે ગાંજો જ હોવાનું સર્ટીફ્ીકેટ આપ્યું હતુ. જેથી પોલીસે તેનું વજન કરાવતા તે 3.૫1૫ કિલોગ્રામ જેટલો થવા પામ્યો હતો. જેની કિંમત રૂ. 35,150 થવા જાય છે. પોલીસને રોકડા રૂ. 440 મળી કુલ 35,690 નો મુદ્દામાલ જપ્ત કરી પૂછપરછ કરતા ગાંજાનો જથ્થો તે સુરતથી લાવતો હતો અને છુટકમાં તેનું વેચાણ કરતો હતો.


