- હૈદરાબાદમાં મહિલા અધિકારી રૂ 84 હજારની લાંચ લેતા ઝડપાઈ
- લાંચ લીધા બાદ મહીલા રડવા લાગી
- ACBએ મહિલાની ધરપકડ કરી વધુ તપાસ હાથધરી
હૈદરાબાદની એક મહિલા અધિકારી લાંચ લેતી વખતે રંગે હાથ ઝડપાઈ ગઈ હતી. પકડાઈ જવા પર કેમેરા સામે ધ્રુસકે-ધ્રુસકે રડી પડી. તેલંગાણાના આદિજાતિ કલ્યાણ એન્જિનિયરિંગ વિભાગમાં આ મહિલા કામ કરતી હતી. આ મહિલા ગઈકાલે રૂ, 84,000 રૂપિયાની લાંચ લેતા ઝડપાઈ હતી,તો બીજી તરફ ભષ્ટ્રાચાર વિરોધી બ્યુરો (ACB)એ મહિલા અધિકારી સામે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથધરી હતી.
મહિલા ફસાઈ જાળમાં
ફરિયાદીએ એક્ઝિક્યૂટિવ એન્જિનિયર કે.જગા જ્યોતિ પર સત્તાવાર લાભોના બદલામાં લાંચ માંગવાનો આરોપ મૂક્યો હતો. ફરિયાદ મળ્યા બાદ એન્ટી કરપ્શન બ્યૂરોના અધિકારીઓએ મહિલાને પકડવા માટે જાળ બિછાવી. જ્યારે ફરિયાદી મહિલા પાસે પહોંચ્યો અને પૈસા આપતો હતો, ત્યારે મહિલા ACBના સંકજામાં આવી.તો ACBને જોઈને મહિલા રડવા લાગી હતી.
મહિલા અધિકારીનો ટેસ્ટ કરાયો
ACBએ મહિલાના જમણા હાથની આંગળીઓનો ટેસ્ટ કરાવ્યો તો એ ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે ફેનોલ્ફથાલિન અને રાસાયણિક સંયોજન છૂટા પડી જાય છે, ત્યારે તે ગુલાબી થઈ જાય છે. મોટાભાગે આ ટેસ્ટનો ઉપયોગ લાંચ લેનારાઓને પકડવા માટે થાય છે. જ્યારે કોઈ વ્યક્તિ દસ્તાવેજો અથવા રોકડ હાથમાં લે છે, ત્યારે ફેનોલ્ફથાલિન સોલ્યુશનના નિશાન તેમના હાથ પર ચોંટી જાય છે અને ગુલાબી રંગ દેખાય છે.
અધિકારીને હૈદરાબાદની કોર્ટમાં રજૂ કરાશે
ACBનુ કહેવું છે કે, કાર્યકારી એન્જિનિયર કે.જગા જ્યોતિ તેના કામમાં અપ્રમાણિક હતા અને લાભ મેળવવા માટે લાંચ લેતા હતા. હાલ પુરાવાના આધારે મહિલા અધિકારીની ધરપકડ કરાઈ છે. અને તેની પાસેથી લાંચ તરીકે લીધેલા રૂ 84 હજાર પણ જપ્ત કરાયા છે. તે હાલમાં પોલીસ કસ્ટડીમાં છે,


