- પ્રેમ પ્રકરણમાં આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું
- તાન્યા ક્રિકેટર અભિષેક શર્માના સંપર્કમાં હતી
- વેસુ પોલીસ ક્રિકેટર અભિષેક શર્માની કરશે પૂછપરછ
સુરતની મોડલ તાન્યા સિંઘના આપઘાતના કેસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. જેમાં પ્રેમ પ્રકરણમાં આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. તાન્યા ક્રિકેટર અભિષેક શર્માના સંપર્કમાં હતી. વેસુ પોલીસ ક્રિકેટર અભિષેક શર્માની પૂછપરછ કરશે. જેમાં સુરતમાં ક્રિકેટ મેચ દરમિયાન તાન્યા સિંઘની મુલાકાત ક્રિકેટર અભિષેક શર્મા સાથે થઇ હતી.
રણજી ટ્રોફીની મેચ સમયે બંને વચ્ચે મુલાકાત થઇ
રણજી ટ્રોફીની મેચ સમયે બંને વચ્ચે મુલાકાત થઇ હતી. બંને વચ્ચે ગાઢ સબંધ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અભિષેક શર્મા IPLમાં હૈદરાબાદ તરફથી રમે છે. તાનિયાએ આપઘાત પહેલા ક્રિકેટર જોડે વાત કરી હતી. જેમાં IPL ક્રિકેટર અભિષેક શર્મા સાથે વાતચીત કરતી હોવાની પણ ચર્ચા છે. આપઘાતના સમયે તાનિયા સિંગના કાનમાં હેડફોન હતા. તેથી વેસુ પોલીસ અભિષેક શર્માની પૂછપરછ કરશે.
તાનિયાના કોલ ડિટેઇલમાં અનેક રાઝ છુપાયેલા
સુરતના લાલભાઇ સ્ટેડીયમમાં અભિષેક અને તાનિયા પ્રથમવાર મળ્યા હતા. ઓલરાઉન્ડર ખેલાડી અભિષેક હૈદરાબાદ સનરાઇઝ તરફથી રમે છે. જેમાં હવે વેસુ પોલીસ વધુ તપાસ કરી રહી છે. શહેરના વેસુ વિસ્તારમાં 29 વર્ષીય મોડલ તાન્યા ફ્લેટમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. યુવતીએ પ્રેમ પ્રકરણમાં પગલું ભરી લીધું હોવાનું પ્રાથમિક અનુમાન સામે આવ્યુ હતુ. જે બાદ આ કેસમાં અનેક ખુલાસા થઇ રહ્યા છે. તાનિયાના કોલ ડિટેઇલમાં અનેક રાઝ છુપાયેલા છે. મોડેલે છેલ્લો કોલ આઇપીએલના એક ખેલાડી અભિશેક શર્માને કર્યો હોવાનું સામે આવ્યુ છે. જેથી વેસુ પોલીસે અભિષેક શર્માને પૂછપરછ માટે બોલાવ્યો છે.


