- યુદ્ધભૂમિમાં ગયા બાદ ભારતીયોને પગાર કે ઘરથી સંપર્ક ન થયો
- રશિયા અને યુક્રેન વચ્ચે આશરે બે વર્ષથી યુદ્ધ ચાલુ છે
- તંત્ર અને દૂતાવાસે પીડિતોની વાત ન સાંભળ્યાનો આક્ષેપ
રશિયા અને યુક્રેન વચ્ચે આશરે બે વર્ષથી યુદ્ધ ચાલુ છે. આ ભીષણ યુદ્ધમાં ચોંકાવનારી વાત એ સામે આવી છે કે ભારતીય નાગરિકોને રશિયન સૈન્યની સાથે યુક્રેન વિરુદ્ધ લડવા મજબૂર કરાઈ રહ્યા છે. તેઓને કથિત રીતે એક એજન્ટે દગાથી સુરક્ષા સહાયકના રૂપમાં કામ કરવા યુદ્ઘ ભૂમિમાં મોકલ્યા
એક પીડિતાએ જણાવ્યું કે ઓછામાં ઓછા ત્રણ ભારતીયોને રશિયા-યુક્રેન સરહદ પર રશિયનો સાથે લડવા માટે બળજબરીથી મોકલવામાં આવ્યા હતા. તે જ સમયે, એક એજન્ટે કહ્યું કે નવેમ્બર-2023 થી, લગભગ 18 ભારતીયો રશિયા-યુક્રેન સરહદ પર ફસાયેલા છે. કહેવામાં આવી રહ્યું છે કે યુદ્ધમાં એક વ્યક્તિનું પણ મોત થયું છે. અહેવાલ મુજબ, કેટલાક ભારતીયોએ 2022 માં યુક્રેનમાં રશિયન દળો સામે લડવા માટે રચાયેલ આંતરરાષ્ટ્રીય દળમાં જોડાવા માટે સ્વૈચ્છિક સેવા આપી હતી. આ પહેલીવાર છે જ્યારે યુદ્ધમાં ભારતીયોની હાજરીની માહિતી સામે આવી છે.
અસદુદ્દીન ઓવૈસીનો સંપર્ક કર્યો
પીડિતોમાંથી એકનો પરિવાર હૈદરાબાદનો છે. પરિવારે AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસીનો સંપર્ક કર્યો. આ સંદર્ભમાં, 25 જાન્યુઆરીએ, ઓવૈસીએ વિદેશ પ્રધાન એસ જયશંકર અને મોસ્કોમાં ભારતીય દૂતાવાસને પત્ર લખીને તેમની પરત ફરવા માટે સરકારના હસ્તક્ષેપની માંગણી કરી હતી, જ્યારે બાકીના પીડિતો ઉત્તર પ્રદેશ, ગુજરાત, પંજાબ અને જમ્મુ-કાશ્મીરના છે. જો કે અહેવાલમાં પીડિતોના નામ જાહેર કર્યા નથી.
રશિયન સૈન્યએ આપી ટ્રેનિંગ
યુપીના પીડિતોમાંથી એકે જણાવ્યું કે તેઓમાંથી ત્રણને રશિયાન સેનઆએ હથિયાર અને દારૂગોળો સંભાળવાની પ્રારંભિક ટ્રેનિંગ આપી હતી. પીડિત શખ્સે કહ્યું કે તે નવેમ્બર-2023માં અહીં પહોંચ્યો હતો. તેમને સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે તેમને યુદ્ધના મેદાનમાં નહીં મોકલાય. તેઓને 1.95 લાખ રૂપિયા પગાર અને દર મહિને 50 હજાર રૂપિયાનું બોનસ આપવાનો વાયદો કરાયો હતો. જો કે બે મહિના સુધી 50 હજાર રૂપિયાના બોનસ સિવાય તેમને કોઈ પૈસા ન મળ્યા.
તંત્રએ કે કોઈએ વાત કાને ન ધરી
પીડિતે જણાવ્યું કે તે ઘણા દિવસો સુધી ફોન વાપરી ન શક્યો. તે યુદ્ધ ક્ષેત્રથી ભાગ્યા પછી પોતાના પરિવાર સાથે સંપર્ક કરવામાં સફળ રહ્યો હતો. તેને કહ્યું કે મોસ્કોમાં ભારતીય દૂતાવાસથી વારંવાર અપીલ કરી પરંતુ વાતને ન સાંભળી. તેની પાસે દસ્તાવેજ અને પૈસા નથી. સરકાર તેઓની કોઈ મદદ નથી કરી રહી અને તેઓનો જીવ ખતરામાં છે.
વિદેશ મંત્રાલયે કંઈપણ કહેવાનો કર્યો ઈનકાર
હાલ વિદેશ મંત્રાલય આ મુદ્દે ટિપ્પણી કરવાનો ઈનકાર કરી દીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતીય દૂતાવાસે એવી પણ ફરિયાદો પર નજર રાખી રહી છે. જે લોકો સરહદ પર બળજબરીથી મજૂરી કરવાનો દાવો કરી રહ્યા, એમાંથી કેટલાક દેશ છોડવા નથી માગતા. જ્યારે કેટલાક લોકો થોડા પૈસા કમાયા વગર પરત આવવા નથી માગતા.


