- ડભોઇ નગરમાં કપિરાજનો આતંક યથાવત
- નગરમાં પાંજરા ગોઠવી કપિરાજને પકડી જંગલમાં છોડવા માગ
- નગરજનોમાં કપીરાજોને પાંજરે પુરવાની માંગ ઉઠી છે
ડભોઇ નગરમાં કપિરાજના આતંક અંગે સંદેશ અખબારમાં પાંચ દિવસ પહેલા અહેવાલ પ્રસિધ્ધ થયા હતા. આજરોજ ડભોઇના રામ ટેકરી વિસ્તારમાં કપિરાજે હુમલો કર્યો હતો. જેમાં 20 વર્ષીય યુવાન ઉપર હુમલો કરી બચકા ભરી યુવાનને બંને પગ અને એક હાથમાં ફેક્ચર કરી નાખ્યુ હતું. રામટેકરી વિસ્તારનો ઈજાગ્રસ્ત યુવાન મહેન્દ્ર મહેશભાઈ તડવીને સારવાર હેઠળ વડોદરા એસએસજી હોસ્પિટલમાં ખસેડાયો હતો. નગરજનોમાં કપીરાજોને પાંજરે પુરવાની માંગ ઉઠી છે.
ડભોઇ શહેરમાં વહેલી સવારથી જ કપિરાજ નો આતંક શહેરમાં ગમે તે દુકાનો અને ઘરોમાં ઘૂસી જાય છે જેને પગલે વેપારીઓને અને રહીશો પરેશાન થઈ ગયા છે. આજરોજ મંગલેશ્વર મહાદેવ પાસેથી પસાર થતાં મહેન્દ્રભાઈ મહેશભાઈ તડવી પર હુમલાના પગલે વિસ્તારના રહીશોમાં ફફડાટ ફેલાઇ ગયો છે
દિવસે દિવસે જંગલોમાં લાકડા કટીંગના કારણે જંગલો ઘટતા ખોરાક પાણીની શોધમાં પશુ પ્રાણીઓ શહેરોમાં આવી જતા હોવાનું ચર્ચાય છે. ડભોઇ નગરમાં વન વિભાગ દ્વારા કપીરાજોના આંતકથી લોકોને મુક્ત કરવા પાંજરા ગોઠવી પકડાયેલા કપિરાજોને ગામથી દુર જંગલ વિસ્તારમાં મુકી આવવા માંગણી ઉઠી હતી.
પગે ફેક્ચર થતાં ઓપરેશન કરાયું હતું
મળો સારો ઘર પાસે બેઠો હતો ત્યારે એકદમ કપિરાજે હુમલો કરતા તેઓના હાથ અને પગમાં ગંભીર ઇજા થઇ હતી. તેઓને ડભોઈ રેફ્રલ હોસ્પિટલમાં લઈ ગયા હતા પણ ટૂંકી સારવાર બાદ વડોદરા સયાજી હોસ્પિટલ ખસેડાયો હતો ડોક્ટરે જણાવેલું કે તેને પગમાં ફેક્ચર હોય તેઓનું ઓપરેશન કર્યું હતું જો વહેલી તકે લાગતા વખતે અધિકારીઓ કપિરાજ રાજના આતંક થી બચાવે તેવી અમારી માંગ છે વિસ્તારમાં વાંદરા સવારથી જ આવી પડે છે. – વિશાલભાઈ ઈશ્વરભાઈ ગજ્જર ઇજાગ્રસ્તના જીજાજી
સવાર થતાં જ કપિરાજનું ટોળું આવી જાય છે
કેટલાક સમયથી કપિરાજોએ આતંક મચાવ્યો છે આજરોજ ઘરના આંગણા પાસે બેઠો હતો. ત્યારે અચાનક કપીરાજે આવીને તેના પર હુમલો કર્યો છે હાથ અને બે પગ માં ઈજા કરી છે. વહેલી તકે વન વિભાગના અધિકારીઓ વાંદરાઓના આતંકી ડભોઈ વાસીઓને મુક્ત કરાવે તે જરૂરી છે. સવાર પડે છે. નગરમાં વાંદરાઓ અહીં આવી પહોંચે છે જેને લઈને સામાન્ય માણસ કેવો જીવ મુશ્કેલ બની ગયું છે. જે પણ ડિપાર્ટમેન્ટ હોય વહેલી તકે તેનો નિકાલ લાવ એવી અમારી માંગ છે. – મંજુબેન મહેશભાઈ તડવી,ઇજાગ્રસ્ત્ર્રી માતા


