- ઝળહળતી પરીક્ષા પાસ કરી ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું
- જયદીપસિંહ દિલીપસિંહ ચૌહાણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની ડીગ્રી હાંસલ કરી
- યુનિવર્સિટી ના 66 વર્ષનાં ઈતિહાસમાં સૌથી વધુ માર્કસ લાવ્યા હતા
અંકલેશ્વરનો વિદ્યાર્થી જયદીપસિંહ દિલીપસિંહ ચૌહાણે સમગ્ર ભારતમાં ખુબજ કપરી અને અઘરી કહેવાતી ICWA ની ફઇનલ પરીક્ષામાં ઓલ ઇન્ડિયા રેન્ક સાથે ઝળહળતી પરીક્ષા પાસ કરી ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું. આ અગાઉ પણ જયદીપસિંહ દિલીપસિંહ ચૌહાણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની ડીગ્રી હાંસલ કરી છે અને M.comમાં તેઓ સરદાર પટેલ યુનવર્સિટી ના ગોલ્ડ મેડલ હાંસલ કરી યુનિવર્સિટી ના 66 વર્ષનાં ઈતિહાસમાં સૌથી વધુ માર્કસ લાવ્યા હતા.તેઓએ નર્મદા નદી ના પુરમાં હજારો લોકોની મદદ કરી હતી,તો કોરોના કાળમાં 16000 થી વધુ લોકોની સહાયતા કરીને સેવાનું એક ઉત્તમ ઉદાહરણ આપ્યું હતું.


