- હાઈકોર્ટના હુકમથી પ્લાસ્ટિક પર પ્રતિબંધ, પાણીના વેચાણ બંધ થયાં
- મંદિર સુધી પાણી પહોંચાડવાની વ્યવસ્થા નહીં તો ઉગ્ર આંદોલન થશે
- વેપાર-ધંધો બંધ રાખવામાં આવશે અને આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે
ગુજરાત હાઈકોર્ટે ગિરનાર પર પ્લાસ્ટિકનાં ઉપયોગને લઈને થતાં પ્રદુષણને લઈને જિલ્લા વહીવટી તંત્રને આ બાબતે ટકોર કરી હતી. જેનાં પગલે વહીવટી તંત્રએ ગિરનાર પર્વત પર પ્લાસ્ટિક પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. પરંતુ ગિરનાર પર પાણીની કોઈપણ જાતની વ્યવસ્થા ન હોય અને પ્લાસ્ટિકની પાણીની બોટલોનું વેચાણ પણ બંધ કરવામાં આવતાં વેપાર રોજગાર પર માઠી અસર પડી છે. જેનાં કારણે ગિરનાર સીડી પરનાં નાના-મોટા આશરે 120 જેટલા વેપારીઓએ હડતાલ પર ઉતરી વેપારી એસોસીએશનને જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવી પાણીની સુવિધા જ્યાં સુધી પુરી પાડવામાં નહીં આવે ત્યાં સુધી વેપાર-ધંધો બંધ રાખવામાં આવશે અને આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
ઐતિહાસિક નગરી જૂનાગઢમાં આવેલ ગિરનાર પર્વત પર આવતાં જતાં યાત્રીકો દ્વારા જ્યાં ત્યાં પાણીની ખાલી બોટલો, પ્લાસ્ટિક કોથળીઓ, ઝબલા સહિતની પ્લાસ્ટિકની ચીજ-વસ્તુંઓ જ્યાં ત્યાં ફેકવામાં આવતાં ગિરનાર જાણે ઉકેડો બન્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. અતિશય સિંગલ યુઝ પ્લાસ્ટિકનાં ઉપયોગનાં લીધે પર્યાવરણને ભારે નૂકસાન પહોંચી રહ્યું હતું. આથી ગિરનાર પર્વતને પ્લાસ્ટિક મૂક્ત કરવા હાઈકોર્ટેમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી. જેનાં અનુસંધાને હાઈકોર્ટે સ્થાનિક જિલ્લા વહિવટીં તંત્રને આ બાબતે ટકોર કરી તાકીદે યોગ્ય પગલા લેવા ટકોર કરી હતી. આમ, પ્લાસ્ટિકની તમામ ચીજ-વસ્તું પર પ્રતિબંધ ફરમાવતું જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડતાં સીંગલ યુઝ પ્લાસ્ટિકને લઈને પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે.
પરંતુ ગિરનાર પર્વત પર પ્રાથમિક એવી પાણીની સુવિધા હાલ ઉપલ્બધ નથી. જેથી તંત્ર દ્વારા પ્રાથમિક ધોરણે 20 લિટરનાં પાણીનાં કેરબાં ગિરનાર સીડી પરનાં વેપારીઓને ફાળવવામાં આવ્યાં હતા. જેનાં મારફ્તે યાત્રાળુંઓને પાણીનાં ગ્લાસ દ્વારા પાણીનું વિતરણ કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ વેપારીઓને પાણીનાં કેરબા ગિરનાર પર લઈ જવા આવવા માટે ભારે મહેનત કરવાનો વારો આવતાં તેમજ અમુક યાત્રીકો ફ્લ્ટિર પાણીની પેકેઝિંગ બોટલનો જ આગ્રહ રાખતાં હોવાને લીધે ગ્લાસમાં પાણી પીવા માટે સહમત થતાં ન હતાં. આમ, તંત્ર દ્વારા વૈકલ્પીક વ્યવસ્થા ઉભી કરવામાં આવી હોય અને જે વ્યવસ્થાનો સાચા અર્થમાં ઉપયોગ થતો ન હોવાને લીધે વેપારીઓએ આ વ્યવસ્થાને સ્વિકારી નથી.
આ બાબતે આજે ગિરનાર સીડી વેપારી એસોસીએશન દ્વારા વેપાર-રોજગાર બંધ પાળી અને જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યુ હતુ. આવેદન પત્રમાં જણાવ્યું હતું કે, હાઈકોર્ટનાં હુકમને અમે પર્યાવરણ માટે આવકારીએ છીએ. પરંતુ સ્થાનિક તંત્ર જેનો ફાયદો ઉઠાવી વૈકલ્પિક વ્યવસ્થાઓ ઉભી કર્યાં વગર વેપારીઓને હેરાન કરવામાં આવી રહ્યાં છે. તેમજ ધાક-ધમકીઓ આપવામાં આવી રહી છે.


