By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    29 minutes ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    2 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    5 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    6 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    7 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: નર્મદાના કમાન્ડ એરિયામાં આવતા ધ્રાંગધ્રા, વઢવાણ અને મૂળીના ચેકડેમ પાણીથી છલોછલ કરાશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

નર્મદાના કમાન્ડ એરિયામાં આવતા ધ્રાંગધ્રા, વઢવાણ અને મૂળીના ચેકડેમ પાણીથી છલોછલ કરાશે

agragujaratnews
Last updated: 2024/02/22 at 12:03 PM
2 years ago
Share
નર્મદાના કમાન્ડ એરિયામાં આવતા ધ્રાંગધ્રા, વઢવાણ અને મૂળીના ચેકડેમ પાણીથી છલોછલ કરાશે
SHARE

  • 44 ગામોને નર્મદાના નીર પહોંચાડવા રૂ. 417 કરોડની યોજનાને મંજૂરી
  • ત્રણેય તાલુકામાં આશરે 3 હજારથી વધુ હેકટર જમીનમાં સિંચાઈ માટે પાણી પહોંચશે
  • લોકસભા ચૂંટણી પહેલાં ભાજપ સરકારનો માસ્ટર સ્ટ્રોક સમાન નિર્ણયથી હરખ

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા, વઢવાણ અને મૂળી તાલુકામાં આવેલા અને નર્મદા વિભાગના કમાન્ડ એરીયા બહારના ગામોના લોકો વર્ષોથી નર્મદાના નીર માટે લડત કરી રહ્યા હતા. જેમાં ખાસ કરીને ખેડૂતોને આ પાણી સીંચાઈ માટે આશીર્વાદરૂપ સમાન માનવામાં આવે છે. ત્યારે રાજય સરકારે આ ત્રણ તાલુકાના 44 ગામોમાં નર્મદાના નીર પહોંચાડવા રૂપિયા 417 કરોડના ખર્ચે યોજનાને વહીવટી મંજૂરી આપતા સરકાર સામે બાંયો ચડાવતા ખેડૂતોની આખરે જીત થઈ છે.

નર્મદા જિલ્લાથી નીકળતી અને કચ્છ, સૌરાષ્ટ્ર સુધી નર્મદાની મુખ્ય સૌરાષ્ટ્ર શાખા કેનાલ ઝાલાવાડમાંથી પસાર થાય છે. ઉત્તર ગુજરાત બાદ ઝાલાવાડને નર્મદા કેનાલનો સૌથી વધુ લાભ મળતો હોવાના સરકાર ગુણગાન ગાય છે. પરંતુ પરીસ્થીતી તેનાથી વિપરીત હતી. જિલ્લામાં નર્મદા વિભાગના કમાન્ડ એરીયા બહાર આવેલા ધ્રાંગધ્રા, મુળી અને વઢવાણ તાલુકાના ગામડાના લોકો નર્મદાના નીરની રાહ જોતા હતા. જયારે ખેડૂતો ખેતી માટે સીંચાઈના પાણીની આશ લગાવતા હતા. આ પાણી મેળવવા માટે અનેક વાર ગામડાઓમાં રાત્રે ખેડૂતોની મીટીંગો પણ થઈ છે. અગાઉ તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઇ સમયે ધ્રાંગધ્રા તાલુકાના બાકી ગામો માટે પુર્વ મંત્રી આઇ.કે.જાડેજાએ પણ પ્લાન સાથે રજૂઆત કરી હતી.બીજી તરફ વઢવાણના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ પાણી પુરવઠા મંત્રી કુવરજીભાઇ બાવળીયા અને રાજ્ય સરકારમાં વઢવાણ-મુળીના ગામો માટે આ પ્રશ્ને રજુઆતો કરી હતી. ત્યારે પદાધીકારીઓની રજુઆત અને ખેડૂતોના આંદોલનની જીત થઈ છે. રાજયના મુખ્યમંત્રીએ જિલ્લાના ધ્રાંગધ્રા, વઢવાણ અને મુળી તાલુકાના 44 ગામડાઓમાં નર્મદાના નીર પહોંચાડવાની યોજનાને રૂપીયા 417 કરોડના ખર્ચે વહીવટી મંજુરી આપી છે. સરદાર સરોવર નર્મદા નીગમની કોઈપણ બ્રાંચ કેનાલ મારફતે આ ગામોને આયોજનમાં આવરી લેવાશે. નર્મદાના પુરના વધારાના 1 મીલીયન એકર ફીટ પાણી સૌરાષ્ટ્રને ફાળવવાના થયેલા આયોજનમાં સુરેન્દ્રનગર જિલ્લાના 3 તાલુકાના 44 ગામોનો સમાવેશ કર્યો છે. જેમાં આ ગામોના તળાવ, સીમતળાવ, ચેકડેમ નર્મદાના નીરથી ભરવામાં આવશે. જયારે 3 હજાર હેકટરથી વધુ ખેતીની જમીનને સીંચાઈની સુવિધા મળશે. રાજય સરકારના લોકસભા ચૂંટણી પહેલા જિલ્લાના ખેડૂતોના હિતમાં કરાયેલ આ નિર્ણય માસ્ટરસ્ટ્રોક સમાન સાબિત થશે તેમ લાગી રહ્યુ છે.

જિલ્લાના કયા-કયા ગામોને લાભ થશે ?

ઝાલાવાડમાં રૂ. 417 કરોડના ખર્ચે મંજુર થયેલ યોજનામાં વઢવાણ તાલુકાના રૂપાવટી, નગરા, અધેલી, ખોડુ, પ્રાણગઢ, વેળાવદર તથા ધ્રાંગધ્રા તાલુકાના રાવળીયાવદર, ગુજરવદી, ધોળી, નારીચાણા, મોટા અંકેવાળીયા, રામપરા, ભેચડા, ગાજણવાવ, રાયગઢ, દેવચરાડી, કોંઢ, કલ્યાણપુર, રતનપર, ખાંભડાને લાભ મળશે. આ ઉપરાંત મુળી તાલુકાના ટીકર, દીગસર, પાંડવરા, સરા, જેપર, સરલા, કરમડ, દુધઈ, કુંતલપુર, લીયા, દાણાવાડા, વડધ્રા, ખંપાળીયા, ગઢડા, વેલાળા (ધ્રા), રાયસંગપર, વીરપર, દાધોળીયા, સાગધ્રા, ભેટ, નાડધ્રી, રામપર, આંબરડી, કરશનગઢ, સુજાનગઢને લાભ મળશે.

ધ્રાંગધ્રા,વઢવાણ અને મૂળી તાલુકાને ફાયદો

ધ્રાંગધ્રા,મુળી અને વઢવાણ તાલુકાના નર્મદાની સિંચાઇ યોજનાના લાભથી વંચિત રહયા બાદ સરકાર દ્વારા યોજનાની મંજૂરી અપાતા આ ત્રણેય તાલુકાના ખેડૂતોને સિંચાઇનો લાભ મળશે.

વર્ષો જૂની સમસ્યા ઉકેલાઇ છે : ધારાસભ્ય

વઢવાણ ધારાસભ્ય જગદીશભાઇ મકવાણાએ જણાવેલ કે આ ત્રણેય તાલુકાના નર્મદા કમાન્ડ એરીયાથી બહારના ગામોના ખેડૂતોને કેનાલનો લાભ ન મળવાના કારણે મુસ્કેલી પડતી હતી પરંતુ મુખ્યમંત્રી દ્વારા યોજનાને મંજૂરી આપતા વર્ષો જુની સમસ્યા ઉકેલાતા ખેડૂતોને ચોકકસ ફાયદો થશે.

You Might Also Like

 ભાવનગરમાં મંગેર સાથે ફરવા નીકળેલા યુવાન પર લૂંટના ઇરાદે છરીથી હૂમલો

સાળંગપુરમાં દાદાને ૮ કિલો સુવર્ણ વાઘાનો શણગાર

મોરબીમાં ઉદ્યોગપતિને માર મારનાર ભાજપના અજય લોરીયા વિરૂધ્ધ ૨૦૦૦ લોકો રસ્તા પર

 જેતપુર : કારમાં ગુપ્ત ખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરતા સુરતના બે ઝડપાયા

માંડવીમાં ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માના ૨૦૦ વર્ષ જૂના મકાનની હાલત ચિંતાજનક

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સોપાન હાઇટ્સના સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી નેપાળી પરિવારના માસૂમ ભાઈ બહેનના મોત
રાજકોટ

સોપાન હાઇટ્સના સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી નેપાળી પરિવારના માસૂમ ભાઈ બહેનના મોત

Editor By Editor 2 days ago
મબલખ પાક છતાં સિંગતેલમાં ભાવ 3૦૦૦ને પાર : મોંઘવારીનો માર અપરંપાર
મનપા દ્વારા જનગણના અંતર્ગત તા.૨૦ એપ્રિલથી તા.૧૯મે સુધી કરાશે હાઉસ લિસ્ટીંગની કામગીરી
અશાંતધારાના નોટિફિકેશનમાં અસ્પટષ્તાથી વોર્ડ નં.૨માં અમૂક વિસ્તારમાં નોંધણી અટકી
અમદાવાદના વડાલા નજીક બાઇકને ટ્રકે હડફેટે લેતા પિતા, બે પુત્રના મોત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?