- દેશ-વિદેશના શ્રદ્ધાળુઓએ રામલલાને હજુ સુધીમાં 50 કરોડનું દાન કર્યું
- પ્રાણપ્રતિષ્ઠાના મહિના બાદ પણ દર્શનાર્થીઓનો અવિરત પ્રવાહ આવી રહ્યો છે
- 14 કર્મચારીઓની એક ટીમ ચાર દાન પેટીમાં આવેલા ચઢાવાની રકમની ગણતરી કરી રહી છે
અયોધ્યાના રામમંદિરમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠાને એક મહિનો પૂર્ણ થઈ ગયો છે. પ્રાણપ્રતિષ્ઠા બાદથી રામલલાની બાળસ્વરૂપની પ્રતિમાના દર્શન માટે શ્રદ્ધાળુઓની ભીડ ઊમટી રહી છે. રામલલા રોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે અને નવા રેકોર્ડ સ્થાપિત કરી રહ્યા છે. રામલલાના દર્શન માટે દેશ-વિદેશથી લોકો પહોંચી રહ્યા છે. છેલ્લા એક મહિના દરમિયાન 62 લાખ લોકોએ રામલલાના દર્શન કર્યા છે અને સાથે જ શ્રદ્ધાળુઓએ 50 કરોડ રૂપિયાની રકમ રામલલાના ચઢાવાના રૂપમાં દાન કરી છે.
દાનની ગણતરી માટે કર્મચારીઓ નિયુક્ત
14 કર્મચારીઓની એક ટીમ ચાર દાન પેટીમાં આવેલા ચઢાવાની રકમની ગણતરી કરી રહી છે, આ કર્મચારીઓમાં 11 બેન્ક કર્મચારી અને ત્રણ મંદિર ટ્રસ્ટના કર્મચારી સામેલ છે. ગુપ્તાના અનુસાર દાનની રકમ જમા કરાવવાથી માંડીને તેની ગણતરી સુધીની તમામ કામગીરી સીસીટીવી કેમેરાની નજર હેઠળ કરવામાં આવે છે.
દર્શન માટે સમય શું છે?
મંદિરના ઉદ્ઘાટનના એક મહિના બાદ પણ દર્શનાર્થીઓની સંખ્યામાં કોઈ કમી આવી નથી. મંદિર તંત્ર દ્વારા નવો સમય નક્કી કરાયો છે જે અનુસાર રામલલાની શૃંગાર આરતી સવારે 4.30 વાગે થાય છે. સવારે 6.30 વાગે મંગળ પ્રાર્થના કરવામાં આવે છે ત્યાર બાદ સવારે સાત વાગ્યાથી મંદિરને દર્શન માટે ખુલ્લું મૂકી દેવામાં આવે છે.


