- કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની સુરક્ષા વધારી દેવામાં આવી
- CRPFના 58 કમાન્ડો મલ્લિકાર્જુન ખડગેને 24 કલાક સુરક્ષા આપશે
- IBના થ્રેડ પર્સેપ્શન રિપોર્ટના આધારે CRPFની Z પ્લસ શ્રેણીની સુરક્ષા
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને ગૃહ મંત્રાલય દ્વારા ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની સુરક્ષા વધારી દેવામાં આવી છે. તેમને ગૃહ મંત્રાલય તરફથી અર્ધલશ્કરી દળો દ્વારા ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવી છે. IBના થ્રેડ પર્સેપ્શન રિપોર્ટના આધારે CRPFની આ Z Plus શ્રેણીની સુરક્ષા વ્યવસ્થા કોંગ્રેસ અધ્યક્ષને આપવામાં આવી છે. CRPFના કુલ 58 કમાન્ડો મલ્લિકાર્જુન ખડગેને 24 કલાક સુરક્ષા આપશે. કોંગ્રેસ અધ્યક્ષને દેશભરમાં Z પ્લસ શ્રેણીની સુરક્ષા આપવામાં આવશે.
Z Plus સુરક્ષા શું છે?
- Z Plus સુરક્ષામાં સામાન્ય રીતે 55 કર્મચારીઓ હોય છે.
- જેમાં નેશનલ સિક્યુરિટી ગાર્ડના કમાન્ડો અને પોલીસ કર્મચારીઓનો સમાવેશ થાય છે.
- તમામ આધુનિક હથિયારોથી સજ્જ છે.
- ટીમનો દરેક સભ્ય માર્શલ આર્ટ અને નિઃશસ્ત્ર લડાઇ કૌશલ્યમાં નિષ્ણાત છે.
- દેશના 40 જેટલા VIPને Z Plus સુરક્ષા આપવામાં આવી છે.
ઝેડ કેટેગરીની સુરક્ષા શું છે?
- Z કેટેગરીની સુરક્ષામાં 22 જવાનોનો એક કાફલો હોય છે.
- જેમાં 4 કે 5 એનએસજી કમાન્ડો અને પોલીસ અધિકારીઓ સામેલ હોય છે.
વાય કેટેગરીની સુરક્ષા શું છે?
- Y કેટેગરીની સુરક્ષામાં 11 જવાનોનો એક કાફલો હોય છે.
- જેમાં 1થી 2 કમાન્ડો અને પોલીસ અધિકારી સામેલ હોય છે.
એકસ કેટેગરીની સુરક્ષા શું છે?
- X કેટેગરીની સુરક્ષામાં 5 કે 2 જવાનોનું એક સુરક્ષા કવચ છે.
- જેમાં માત્ર સશસ્ત્ર પોલીસ અધિકારી સામેલ હોય છે.
વર્ષ 2013માં સરકારે મુકેશ અંબાણીને Z કેટેગરીની સુરક્ષા આપવાનો નિર્ણય કર્યો હતો
હાલ મુકેશ અંબાણીને Z કેટેગરીનું સિક્યોરીટી કવર અપાઈ રહ્યું છે. જયારે તેમની પત્ની નીતા અંબાણીને Y કેટેગરી સુરક્ષાનું કવર આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2008માં મુકેશ અંબાણીને એક ધમકી ભર્યો પત્ર મળ્યો હતો. બાદમાં ઈન્ડિયન મૂજાહિદીન નામના આંતકવાદી સંગઠનની ધમકીના પગલે તેમને વર્ષ 2013માં સરકારે Z કેટેગરીની સુરક્ષા આપવાનો નિર્ણય કર્યો હતો અને આ માટે મુકેશ અંબાણીને મહિને 15 લાખ રૂપિયાનો ખર્ચ આવતો હતો.


