- શહેર-તાલુકાના વિશ્વકર્માના સંતાનો ઉજવણીમાં હાજર રહ્યાં
- કેસર સ્નાન, પાદુકા પૂજન, સહિત મંત્રોચ્ચાર થકી યજ્ઞ પૂજા વિધિ યોજાઇ
- ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરવામાં આવી રહી છે
જંબુસર નગર ખાતે વિશ્વકર્મા જયંતીની ભવ્ય ઉજવણી કરવામા આવી હતી. વિશ્વકર્મા દાદાની જયંતિની ઉજવણી વિશ્વકર્માના સંતાનો દ્વારા આનંદ ઉત્સાહથી ઠેર ઠેર કરવામાં આવે છે.જંબુસર નગરમાં અંબાલાલ પંચાલે મંદિર બનાવવાનું સ્વપ્ન સેવ્યુ અને બંસી ભાઈ પંચાલ,ગમતી ભાઈ પંચાલ,સહિત વિશ્વકર્માના સંતાનો દ્વારા આ મંદિરનું નિર્માણ 19-4-2003 ના રોજ કરવામા આવ્યુ અને મંદિર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થઈ જ્યાં વખતો વખત ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરવામાં આવી રહી છે.
આ મંદિરમાં બિરાજમાન વિશ્વકર્મા દેવની મૂર્તિ સુદ્રઢ છે. મસ્તક ઉપર મુગટ છે, સફેદ દાઢી છે,ચાર હાથ છે જેમાં ગજ, કમંડળ,પુસ્તક, દોરી સહિત હંસ પર સવારી છે.આ ભવ્યાતી ભવ્ય મૂર્તિ જગતના સુખ,શાંતિ,સમૃદ્ધિ અને કલ્યાણ માટે છે. આજે વિશ્વકર્મા જયંતિ નિમીત્તે મંદિર ખાતે ભવ્ય ઉમળકા સાથે ઉજવણી થઈ રહી છે. મંદિર ખાતે સવારે કેસર સ્નાન, પાદુકા પૂજન, સહિત બ્રાહ્મણના શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર થકી યજ્ઞ પૂજા વિધિ યોજાઇ હતી.અને મહાઆરતી નું આયોજન કરાયું હતું. આ પ્રસંગે વિશ્વકર્મા સેવા સમિતિ ગમતીભાઈ પંચાલ,મહેન્દ્રભાઈ પંચાલ, ભુપેન્દ્રભાઈ પંચાલ,પ્રફુલભાઈ પંચાલ, મહેશભાઈ પંચાલ તથા જંબુસર શહેર તાલુકાના વિશ્વકર્મા સંતાન ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહી દર્શન, યજ્ઞ પૂજા અને મહાપ્રસાદનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.


