- ચૂંટણીને લઈ રાજકીય પક્ષોનો ધમધમાટ
- તમામ રાજકીય પક્ષોના નેતાઓ ઈલેકશન મોડમાં
- કયાંક ગઠબંધનની વાત તો કયાંક પક્ષ બદલાની વાત
લોકસભાની ચૂંટણી નજીક છે,ત્યારે PM મોદી પશ્ચિમબંગાળના સંદેશખાલીની પીડિત મહિલાઓને મળવા જઈ શકે એવી શકયતાઓ સેવાઈ રહી છે,PM મોદી દક્ષિણ ભારત હેઠળ 1 માર્ચે તેલંગાણાની મુલાકાત લઈ શકે છે. 3 માર્ચે તેઓ કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠકની અધ્યક્ષતા કરશે,અધિકારીઓએ વધુ માહિતી આપી કે પરિષદની બેઠક દેશની રાજધાની દિલ્હીના ચાણક્યપુરીના ડિપ્લોમેટિક એન્ક્લેવમાં સ્થિત સુષ્મા સ્વરાજ ભવનમાં યોજાશે.PM મોદી સમય-સમય પર મુખ્ય નીતિ વિષયક મુદ્દાઓ પર ચર્ચા કરવા, વિવિધ પહેલના અમલીકરણ અંગે માહિતી એકત્ર કરવા અને શાસનની બાબતો પર મંતવ્યો શેર કરવા માટે સમગ્ર મંત્રી પરિષદની બેઠકોની અધ્યક્ષતા કરી રહ્યા છે.
PM મોદી સંદેશખાલીના પીડિતોને મળી શકે છે
પશ્ચિમ બંગાળના બીજેપી ચીફ સુકાંત મજુમદારે સંકેત આપ્યો કે,PM મોદી 6 માર્ચ, 2024ના રોજ બારાસાતમાં યોજાનાર વિશેષ કાર્યક્રમમાં સંદેશખાલીના પીડિતોને મળી શકે છે. સુકાંત મજુમદારના કહેવા પ્રમાણે, તો બીજી તરફ પીડિત મહીલાઓ પણ PMને મળી તેમની વ્યથા કહેવા માંગે છે.
જાણો છેલ્લી 2 લોકસભા ચૂંટણીનું શિડયુલ્ડ
જો કે, ચૂંટણી પંચ (EC) એ સામાન્ય ચૂંટણી માટે તૈયારીઓ અને સમીક્ષા શરૂ કરી દીધી છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવી રહ્યું છે, કે લોકસભા ચૂંટણીના સમગ્ર કાર્યક્રમની જાહેરાત આવતા મહિને કરવામાં આવી શકે છે. 2014 માં, EC એ 5 માર્ચના રોજ 9 તબક્કામાં સામાન્ય ચૂંટણીઓનું શિડયુલ્ડ જાહેર કર્યું હતું. અને પરિણામો 16 મેના રોજ જાહેર કરવામાં આવ્યા હતા. તે જ સમયે, 2019 માં, પંચે 10 માર્ચે 7 તબક્કામાં લોકસભા ચૂંટણીની જાહેરાત કરી હતી અને પરિણામો 23 મેના રોજ આવ્યા હતા.


