- સ્ટેજ ઉપર દેશની વિવિધ સંસ્કૃતિઓનો સમન્વય સધાયો
- પોતાના પ્રદેશની સંસ્કૃતિનાં કલાના માધ્યમથી દર્શન કરાવ્યાં
- પોતાની પરંપરાગત વેશભૂષામાં સાંસ્કૃતિક અભિવ્યકિતનાં દર્શન કરાવ્યાં
વિસનગર તાલકાના તરભ ખાતે વાળીનાથ ધામમાં બુધવારના રોજ સાંજે સ્ટેજ ઉપર આસામ, ઉત્તર પ્રદેશ અને ગુજરાતનાં કલાકારોનાં કલ્ચરલ ગૃપોએ પોતાની ભાતીગળ કલાનાં કામણ પાથર્યાં ત્યારે દર્શકો ડોલી ઉઠયાં હતાં. એક પછી એક ગ્રૂપ સ્ટેજ ઉપર આવ્યાં હતાં અને પોતાના પ્રદેશની સંસ્કૃતિનાં કલાના માધ્યમથી દર્શન કરાવ્યાં હતાં. આસામ અને ઉત્તર પ્રદેશની અદાકારાઓ અને કલાકારો જયારે તેમના પ્રાદેશિક પહેરવેશમાં છવાયાં ત્યારે દેશની સંસ્કૃતિને એકરૂપતા ધારણ કરી હતી.
સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જયારે આસામનું ગ્રૂપ સ્ટેજ ઉપર આવ્યું ત્યારે કલાનાં દર્શન કરવા દર્શકોની ધીરજ તૂટી હતી. કલાકારોની સાંસ્કૃતિક અભિવ્યકિત રજૂ થયા બાદ માલધારી ગોવાલણોએ પણ પોતાની પરંપરાગત વેશભૂષામાં સાંસ્કૃતિક અભિવ્યકિતનાં દર્શન કરાવ્યાં હતાં. અહેવાલ વચ્ચે ઈન્સેટ કરેલી તસ્વીરમાં છત્રીધારી ગુજરાતનાં કલાકા, યુપી અને આસામનાં કલાકારોએ રજૂ કરેલા સાંસ્કૃતિક કાર્યક્રમો દ્રષ્ટિગોચર થાય છે.


