- પાણી-ગટરના જોડાણ પણ કાપી નંખાશે
- નગરપાલિકાએ 1800 ટેક્ષ બાકી ધારકોને નોટીસો ફટકારી
- નગરપાલિકા દ્વારા ટેક્ષ વસુલાત ની ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે
કલોલ નગરપાલિકા દ્વારા ટેક્ષ વસુલાત ની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે અન્વયે નગરપાલિકા દ્વારા વર્ષોથી ટેક્ષના ભરતા ના હોય તેવા બે મિલકત ધારકોની મિલકતને સીલ મારી દીધા હતા. નગરપાલિકા દ્વારા ટેક્ષના ભરતા હોય તેવા 1800 બાકીદારોને નોટીસો ફટકારવામાં આવી છે. અને સમયગાળામાં ટેક્ષ ભરી દેવાની સુચના આપવામાં આવી છે. તેમ છતાં જો ટેક્ષ ભરવામાં ના આવે તો તેઓના નળ અને ગટરના કનેકશનનો કાપી નાખવાના પગલા ભરવામાં આવશે તેમ નગરપાલિકા સુત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે.
આ અંગે મળતી માહિતી અનુસાર કલોલ નગરપાલિકા દ્વારા ટેક્ષ વસુલાત ની ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. નગરપાલિકા દ્વારા વર્ષોથી ટેક્ષ ના ભરતા હોય તેવા મિલકત ધારકોની મિલકતની સીલ મારવાના પગલા ભરવામાં આવી રહ્યા છે. નગરપાલિકા દ્વારા આજરોજ શહેરના જુના ચોરા વિસ્તારમાં આવેલા અર્બુદા એમ્પોરીયમને સીલ મારી દેવામાં આવ્યું હતું. નંદુભાઈ
ચતુરભાઈ પટેલની અર્બુદા એમ્પોરીયમને ટેક્ષ બાકી હોવાથી નગરપાલિકાએ સીલ મારી દીધું હતું. ત્યારબાદ નગરપાલિકાએ સીવીલ હોસ્પીટલની સામે આવેલા વૈભવ કોમ્પલેક્ષના ભોયરાને પણ સીલ મારી દીધું હતું. વૈભવ ઓનર્સ એસોસીએશન દ્વારા તેના ભોયરાનો ટેક્ષ ભરવામાં આવતો ન હોવાથી નગરપાલિકા એ સીલ મારી દીધું હતું.આ બાબતે નગરપાલિકાના સુત્રોના જણાવ્યા અનુસાર નગરપાલિકા દ્વારા 1800 ટેક્ષ બાકીદારોને નોટીસો ફટકારવામાં આવી છે. અને તેમને સમયસર ટેક્ષ ભરી જવા માટે જણાવવામાં આવ્યું છે. આવા બાકીદારો જો સમય મર્યાદામાં તેઓનો ટેક્ષ નગરપાલિકા કચેરીમાં જમા નહી કરાવે તો તેઓ સામે આંકરા પગલા ભરવામાં આવશે તેઓના નળના જોડાણ અને ગટરના જોડાણ પણ કાપી નાખવામાં આવશે તેમ નગરપાલિકા સુત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે.


