- રશિયા સાથે ભારતના સંબંધો સ્થાયી અને મિત્રતાભર્યા
- યુક્રેન પર રશિયન હુમલાની ભારતે નથી કરી નિંદા
- ‘G-20નું વિસ્તાર થઈ શકે તો UNSCનો કેમ નહીં’
વિદેશ મંત્રી એસ. જયશંકરે શુક્રવારે હાલના ભૂ-રાજનૈતિક ઘટનાક્રમો અને તેના દુષ્પરિણામોનો ઉલ્લેખ કર્યો. તેની સાથે સાથે જ તેમણે કહ્યું કે રશિયન શાસન કળા એક વિશાળ પરંપરા વાળી શક્તિ છે અને તે એશિયા અને દુનિયાના બિન-પશ્ચિમ ભાગો તરફ વધુ આગળ વધી રહ્યું છે. જયશંકરે રાયસીના સંવાદમાં મોસ્કો અને બેજિંગની વધતી નિકટતા અંગેના પ્રશ્નના જવાબમાં આ ટિપ્પણી કરી હતી.
પશ્ચિમની નીતિઓને કારણે નજીક આવ્યા રશિયા-ચીન
રાયસીના સંવાદમાં બોલતા વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે રશિયા અન્ય દેશો તેમાં પણ ખાસ કરીને એશિયા માટે મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે પશ્ચિમી દેશોની નીતિઓને કારણે રશિયા અને ચીન એકબીજાની નજીક આવી રહ્યા છે. એક બાજુ તમારી પાસે એવા લોકો છે જે પોલિસી બનાવે છે. તેઓ બંનેને સાથે લાવે છે અને બાદમાં તેમના એકસાથે આવવાથી સાવધાન રહેવા કહે છે. આ સવાલ ઓસ્ટ્રેલિયાની લોવી ઈન્સ્ટિટ્યૂટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર માઈકલ ફુલીલોવે બંને દેશો વચ્ચેની નિકટતાને લઈને પૂછ્યો હતો.
રશિયા સાથે ભારતના સંબંધો સ્થાયી અને મિત્રતાભર્યા
આ પહેલા જયશંકરે કહ્યું હતું કે રશિયાની સાથે ભારતના સ્થાયી અને ખૂબ જ મિત્રતાભર્યા સંબંધો છે. મોસ્કોએ ક્યારેય નવી દિલ્હીના હિતોને નુકસાન નથી પહોંચાડ્યું. યુક્રેન પર મોસ્કોના હુમલા છતાં ભારત અને રશિયાના સંબંધો મજબૂત બની રહ્યા. અનેક પશ્ચિમી દેશો દ્વારા વાંધો ઉઠાવ્યા છતાં ભારતે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની આયાત વધારી છે.
યુક્રેન પર રશિયન હુમલાની ભારતે નથી કરી નિંદા
ભારતે હજુ સુધી યુક્રેન પર રશિયન આક્રમણની નિંદા નથી કરી. નવી દિલ્હીએ હંમેશા કહ્યું છે કે મુત્સદ્દીગીરી અને વાતચીત દ્વારા સંકટનો ઉકેલ લાવવો જોઈએ. જયશંકરે ભારતની G20 અધ્યક્ષતા અને પર પણ પ્રકાશ પાડ્યો અને કહ્યું કે કેવી રીતે તેણે G20 સમૂહના સ્થાયી સભ્ય તરીકે આફ્રિકન યુનિયનનો સમાવેશ સુનિશ્ચિત કર્યો.
‘G-20નું વિસ્તાર થઈ શકે તો UNSCનો કેમ નહીં’
વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે જો G-20નો વિસ્તાર કરી શકાય છે તો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના સભ્યોની સંખ્યા પણ વધારી શકાય છે. તેમણે વધુમાં કહ્યું કે, જ્યારે ધુમ્મસ હટશે અને લોકો પાછળ ફરીને જોશે તો તેઓ G-20 ને જોશે તે તથ્યને પણ જોશે કે આફ્રિકન યુનિયનના સભ્યપદ પર સહમતી થઈ હતી.


