- અવર જવર માટેનો એક માત્ર રસ્તો
- રસ્તો બંધ થશે તો ટ્રાફિકની સમસ્યા વધશે
- ફાટક ચાલુ રહે તેવી સ્થાનિકોની માંગ
લોકસભા ચૂંટણી ની ઘડીઓ ગણાઈ રહી છે તેવામાં પાટણમાં છેલ્લા બે વર્ષથી ખાલક્ષાપીર વિસ્તારમાં આવેલ 42 – C ફાટક બંધ થવાના એધાણને લઈ સ્થાનિક લોકોમા વિરોધ છે, તંત્ર મા અનેકવાર રજૂઆત બાદ રેલવે વિભાગ દ્વારા ફાટક પર અન્ડર પાસ બનાવવાની મંજૂરી આપી દીધી છે, પરંતુ જિલ્લા કલેકટર દ્વારા હજુ NOCન આપતાં ફરી એકવાર સ્થાનિકો આંદોલનના માર્ગે જોવા મળી રહ્યા છે અને આજે પોતાના વિસ્તારમાં બેનરો સાથે રેલી યોજી હતી,સ્થાનિકોએના જણાવ્યા અનુસાર, પોતાની માગ નહીં સ્વીકારવામાં આવે તો આવનાર લોકસભાની ચૂંટણીમાં કોઈ પણ નેતાઓને સોસાયટીમાં પ્રવેશ આપવામાં આવશે નહી,અને ચૂંટણી બહિષ્કારની ચિમકી ઉચ્ચારી છે જેને લઈ ફરી રાજકીય ગરમાવો જોવા મળ્યો છે.
શું છે સ્થાનિકોની માંગ
પાટણ શહેરના ખાલક્ષા પીર રોડ પર વર્ષોથી રેલવે ફાટક છે. પરંતુ ગતરોજ તંત્ર દ્વારા આ ફાટક કાયમી માટે બંધ કરવાની મૌખિક સૂચના સ્થાનિકોને આપવામાં આવી, જેને લઇ સ્થાનિકો મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા છે. જો અવર જવર માટેનો એક માત્ર રસ્તો બંધ થઇ જાય તો ભારે હાલાકી પડી શકે છે. જેને લઇ આ પ્રકારના તંત્રના નિર્ણય સામે સ્થાનિકોએ ફાટક નજીક સુત્રોચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો.તંત્ર દ્વારા ફાટક બંધ કરી વૈકલ્પિક રસ્તો શરૂ કરવાની વાત કરવામાં આવી છે પરંતુ, લોકોએ આ ફાટક જ ચાલુ રહે તેવી માગ કરી છે.
એક જ રસ્તો અવર-જવરનો
પાટણ શહેરના ખાલક્ષા પીર રોડ પર રેલવે ફાટક વર્ષોથી કાર્યરત છે અને આસપાસની 7 જેટલી સોસાયટીમાં 500થી વધુ મકાનોમાં 7000 હજાર જેટલા રહીશો વસવાટ કરે છે.ફાટક પર નો એક માત્ર અવર જવર માટે નો રસ્તો છે અને સ્થાનિક લોકો આ રસ્તા નો અવર જવર માટે ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા આ ફાટક પરનો એક માત્ર રસ્તો બંધ કરવા અંગે મૌખિક સૂચના રહીશોને આપવામાં આવતા સ્થાનિક લોકો ભારે મુશ્કેલીમા મુકાયા છે.
આંદોલનની ચિમકી
જો માંગ નહિ સ્વીકારાય તો આગામી ઉગ્ર આંદોલન સાથે તમામ પરિવારો ભૂખ હળતાર પર ઉતરશે અને રેલ રોકી પણ વિરોધ કરશે અને કંઇપણ થશે તો તેની તમામ જવાબદારી તંત્ર ની રહેશે.


