- બીજા દિવસે ટીમ ઈન્ડિયાએ 7 વિકેટે 219 રન બનાવ્યા હતા
- પહેલી ઈનિંગમાં યશસ્વીનું પરફોર્મન્સ સારું રહ્યું હતું
- ધ્રૂવ, અશ્વિન અને શર્મા પર છે ફેન્સની નજર
ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે રાંચીમાં રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચમાં હાલમાં ઈંગ્લેન્ડની ટીમનું પલડું ભારે જોવા મળી રહ્યુ છે. ઈંગ્લેન્ડે પહેલી ઈનિંગમાં બેટિંગ કરતાની સાથે 353 રન બનાવ્યા જેના જવાબમાં બીજા દિવસે રમત પૂરી થતા સુધી ટીમ ઈન્ડિયાએ 7 વિકેટમાં 219 રન બનાવ્યા હતા. રાંચી ટેસ્ટની પહેલી ઈનિંગમાં બીજા દિવસે યશસ્વી જયસ્વાલના સિવાય અન્ય કોઈ ખેલાડી સારું પરફોર્મ કરી શક્યું નહીં. પહેલી ઈનિંગમાં યશસ્વીએ 73 રન બનાવ્યા હતા. તે સમયે ટીમ ઈન્ડિયાના 2 ખેલાડીઓ ધ્રૂવ જુરેલ અને કુલદીપ યાદવ ક્રીઝ પર રહ્યા હતા.
રાંચી ટેસ્ટમાં આ રીતે થઈ શકે છે ટીમ ઈન્ડિયાની વાપસી
1. ધ્રૂવ જુરેલને મળે સપોર્ટ
બીજા દિવસે ઈનિંગ સમાપ્ત થતા સુધીમાં ધ્રૂવ જુરેલે 30 રન બનાવી દીધા હતા. આ પછી ત્રીજા દિવસે એક લાંબી ઈનિંગની આશા હતી. આ ખેલાડીને અન્ય ખેલાડીના સપોર્ટની જરૂર રહેશે. જો તેમનો સાથ મળશે તો તે ઈંગ્લેન્ડને ઝડપથી માત આપી શકે છે. હાલમાં ઈંગ્લેન્ડ પાસે 134 રનની લીડ છે. ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયાનું ધ્યાન લીડને 50 રનથી નીચે લાવવા પર હોઈ શકે છે.
2. અશ્વિને વધુ સારી બોલિંગ કરવી પડશે
ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીમાં આર અશ્વિનનું અત્યાર સુધીનું પ્રદર્શન ખાસ રહ્યું નથી. અશ્વિનની બોલિંગ અમુક અંશે સારી રહી છે પરંતુ ઓલરાઉન્ડર પોતાની બેટિંગથી ખાસ છાપ છોડી શક્યો નથી. આર અશ્વિને આ શ્રેણીમાં તેની 500 ટેસ્ટ ઈન્ટરનેશનલ વિકેટ પણ પૂરી કરી લીધી છે. હવે અશ્વિને રાંચી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાની વાપસી કરવા માટે પોતાના પ્રદર્શનમાં થોડો સુધારો કરવો પડશે.
3. રોહિત શર્મા માટે ફોર્મમાં પરત ફરવું જરૂરી છે.
ભારતીય ટીમના સુકાની રોહિત શર્માએ આ શ્રેણીમાં ઈંગ્લેન્ડ સામે સદી ચોક્કસ ફટકારી છે પરંતુ રાંચી ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં ભારતીય કેપ્ટન ફરી એકવાર ફ્લોપ સાબિત થયો છે. પ્રથમ દાવમાં રોહિત શર્મા માત્ર 2 રન બનાવીને જેમ્સ એન્ડરસનનો શિકાર બન્યો હતો. એક સદીને બાદ કરતાં આ સિરીઝમાં રોહિત શર્માનું પ્રદર્શન એટલું ખાસ રહ્યું નથી. આવી સ્થિતિમાં જો ટીમ ઈન્ડિયાએ રાંચી ટેસ્ટ મેચમાં વાપસી કરવી હોય તો રોહિત શર્માને ફોર્મમાં પરત ફરવું પડશે અને ટીમ માટે મોટી ઈનિંગ રમવી પડશે.


