- માણેકચોકમાં માણેકનાથજીની આવેલી છે સમાધિ
- નગરદેવી ભદ્રકાળી મંદિરમાં પૂજા અર્ચના કરાઇ
- ખાણી પીણી અને મોજ મસ્તીનું શહેર એટલે અમદાવાદ
આજે અમદાવાદનો 613મો સ્થાપના દિવસ છે. અમદાવાદ શહેર 612 વર્ષનું થયું છે. ત્યારે માણેકનાથજીની સમાધિએ અમદાવાદના મેયરે પૂજન કર્યું છે. માણેકચોકમાં માણેક નાથજીની સમાધિ આવેલી છે. તેમજ નગરદેવી ભદ્રકાળી મંદિરમાં પૂજા અર્ચના કરવામાં આવી છે.
સાબરમતી નદી કિનારે ભુદરના આરે પણ પૂજન કરવામાં આવ્યું
સાબરમતી નદી કિનારે ભુદરના આરે પણ પૂજન કરવામાં આવ્યું છે. તેમજ અમદાવાદ શહેરમાં હેરિટેજ રેલીનું આયોજન કરાયુ છે. ભારતના પ્રથમ હેરિટેજ શહેર અમદાવાદનો આજે સ્થાપના દિવસ છે. જેમાં ખાણી પીણી અને મોજ મસ્તીનું શહેર એટલે અમદાવાદ. જેમાં માણેકનાથજીની સમાધીએ તેમના વંશજોએ પૂજન કર્યું છે. અમદાવાદની સ્થાપનાની પ્રથમ ઈંટ મુકનાર માણેક બુરજ હતા.
બળદગાળામાં ફરતા શહેરીજનો મેટ્રોમાં સવારી કરી રહ્યા છે: અમદાવાદ મેયર
વંશજ ચંદનનાથે આ પ્રસંગે જણાવ્યું છે કે શહેરનું નામ કર્ણાવતી હોય કે અમદાવાદ હંમેશા ધબકતું રહેવુ જોઈએ. તેમજ અમદાવાદના મેયરે આ પ્રસંગે જણાવ્યું છે કે બળદગાળામાં ફરતા શહેરીજનો મેટ્રોમાં સવારી કરી રહ્યા છે. હજી શહેરનો વિકાસ થતો રહેશે. આ અમદાવાદ શહેરની પાયાની ઈમારતનો હોવાથી, તે 26 ફેબ્રુઆરી, 1411ના રોજ અહમદશાહ દ્વારા નિર્માણ કરાવવામાં આવ્યો હતો. તે શહેરના પાયાના પથ્થરની ફરતે બાંધવામાં આવેલ છે. આ બુરજ, બહારની બાજુએ ત્રેપન ફુટ ઊંચો છે, જેની બાજુમાં 77 ફૂટ પરિઘની માણેક કુવા તરીકે ઓળખાતી વાવ છે. સાબરમતી નદીના પ્રવાહમાં થયેલા ફેરફાર દરમિયાન આ વાવ સૂકાઈ ગઈ હતી અને વર્ષ 1866માં તેને ભરવામાં આવી હતી.
બુરજને 2003ના વર્ષમાં મરામત કરી ફરી સુરક્ષિત કરવામાં આવ્યો
બુરજ નજીક એક પાણીની નહેર હતી, જે તે સમયમાં કિલ્લામાં શાહી સ્નાન માટે પાણી લાવવા માટે હતી. વર્ષ 1869માં આ બુરજની નજીક સૌપ્રથમ એલિસ બ્રિજ, સાબરમતી નદી પર બાંધવામાં આવ્યો હતો. ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મે 1989ના સમયમાં એલિસ બ્રિજ અને તેની આસપાસનો વિસ્તાર, માણેક બુરજ અને સાબરમતી નદીના કિનારે આવેલા કુદરતી પાણીના વહેણને સુરક્ષિત સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યાં હતાં. મૂળ લોખંડનો પુલ સાંકડો હોવાને કારણે ભારે વાહનો તેમ જ ગીચ ટ્રાફિક માટે યોગ્ય ન હોવાથી તે વર્ષ 1997માં વાહનો માટે બંધ કરવામાં આવ્યો હતો અને બાજુમાં વર્ષ 1999માં નવો સિમેન્ટ-કોંક્રિટ પુલ બાંધવામાં આવ્યો હતો. આ પુલ-નિર્માણ માટે આ બુરજનો કેટલોક ભાગ આંશિક રીતે તોડવામાં આવ્યો હતો. 2001 ગુજરાત ધરતીકંપ અને 2002 ગુજરાત હિંસા પછી, ઘણા લોકો માનવા લાગ્યા હતા કે આ શહેરને આ બુરજને થયેલ નુકસાનને કારણે મુશ્કેલીઓ પડી રહી છે. તેથી આ બુરજને 2003ના વર્ષમાં મરામત કરી ફરી સુરક્ષિત કરવામાં આવ્યો હતો.


