- રશિયામાં ફસાયેલા ભારતીયોએ ભારત સરકાર પાસે મદદ માંગી
- ભારતની માંગ પર ભારતીયોને રશિયન સેનામાંથી મુકત કરાયા
- વિદેશ મંત્રાલયે આ અહેવાલો પર પ્રતિક્રિયા આપી
તાજેતરમાં એવા સમાચાર આવ્યા હતા કે મદદગાર તરીકે ભરતી કરાયેલા ભારતીયોને રશિયા જઈને રશિયન સેનામાં યુક્રેન સામે યુદ્ધ લડવાની ફરજ પાડવામાં આવી રહી છે.રશિયામાં ફસાયેલા ભારતીયોએ ભારત સરકાર પાસે મદદ માંગી છે. જો કે વિદેશ મંત્રાલયે તમામ અહેવાલોને ફગાવી દીધા છે. મંત્રાલયે તેના નિવેદનમાં કહ્યું,છે કે ભારતીયોએ તેમની મુક્તિ માટે રશિયન સેનાની મદદ માંગી છે. મોસ્કોમાં ભારતીય દૂતાવાસમાં આ સંબંધમાં જે પણ મામલા સામે આવ્યા છે તે તમામ મામલાઓને રશિયન સત્તાવાળાઓ સમક્ષ મજબૂત રીતે ઉઠાવવામાં આવ્યા છે. અમે મંત્રાલય સમક્ષ જે મામલો ઉઠાવ્યો છે તેને અમે દિલ્હીમાં રશિયન દૂતાવાસ સાથે ઉઠાવ્યો છે.
ઘણા ભારતીયો પહેલા જ રશિયાથી પાછા ફર્યા
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે ભારત રશિયન સૈન્યમાં મદદગાર તરીકે કામ કરતા ભારતીયોને તાત્કાલિક મુક્ત કરવા માટે રશિયન અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે,ભારતીયોએ યુક્રેન સાથે રશિયાના ચાલી રહેલા યુદ્ધથી દૂર રહેવાનો પ્રયાસ કરવો જોઈએ. તેમણે કહ્યું હતું કે,અમે તમામ ભારતીય નાગરિકોને સાવચેત રહેવા અને સંઘર્ષથી દૂર રહેવાની વિનંતી કરીએ છીએ.’ મીડિયા રિપોર્ટ્સમાં શું કહેવામાં આવ્યું? તાજેતરમાં, કેટલાક મીડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે નવેમ્બર 2023 થી લગભગ 18 ભારતીય નાગરિકો રશિયા-યુક્રેન સરહદ પર ફસાયેલા છે. આ લોકો માર્યુપોલ, ખાર્કિવ, ડનિટ્સ્ક, રોસ્ટોવ-ઓન-ડોનમાં છે. એવું કહેવામાં આવ્યું હતું કે યુદ્ધ દરમિયાન એક ભારતીય નાગરિકનું પણ મૃત્યુ થયું હતું.
શું કહ્યું ભારતીય એજન્ટે
ભારતીય એજન્ટે કહ્યું કે, ભારતના અલગ-અલગ રાજ્યોના લોકો અહી છે અને તેમના જીવ પર ગંભીર ખતરો છે. એજન્ટે કહ્યું હતું કે, ‘તેમને રશિયામાં આર્મી હેલ્પરની નોકરીની ઓફર કરવામાં આવી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે, તેમને ત્રણ મહિનાની તાલીમ આપવામાં આવશે અને કેટલાક સામાન્ય પરીક્ષણો કરવામાં આવશે. તેઓને કિચન હેલ્પર અથવા અન્ય સમાન નોકરીઓ તરીકે કામ કરાવવામાં આવશે. પરંતુ એક મહિના પછી, તેમના પાસપોર્ટ છીનવી લેવામાં આવ્યા અને તેમને યુક્રેન સામે યુદ્ધ લડવાની ફરજ પડી. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને બે વર્ષ થઈ ગયા છે. બંને દેશો વચ્ચે ફેબ્રુઆરી 2022માં યુદ્ધ શરૂ થયું હતું અને તે અત્યાર સુધી ચાલુ છે.


