- સારવાર દરમિયાન 2 વર્ષીય બાળકે જીવ ગુમાવ્યો
- ગોવાણા ગામે 20 દિવસ પહેલા બોરવેલમાં બાળક પડ્યું
- દાખલ કર્યો ત્યારથી બાળકને શ્વાન લેવામાં હતી તકલીફ
રાજ્યમાં બોરવેલ પડેલા 2વર્ષના બાળકનું 20 દિવસની સારવાર બાદ મોત થયું છે. જામનગરના લાલપુર તાલુકાના ગોવાણા ગામમાં 6 ફેબ્રુઆરીના રોજ બે વર્ષનું બાળક રમતાં રમતાં 200 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયું હતું, જેને રેસ્ક્યૂ ટીમે 10 કલાકની કવાયત બાદ હેમખેમ બહાર કાઢ્યું હતું. જે ઝિંદગી સામેની જંગ હારી ગયો છે.
આ અંગેની માહિતી અનુસાર, 6 ફેબ્રુઆરીના રોજ લાલપુરના ગોવાણા ગામની વાડીમાં રમતાં રમતાં બે વર્ષનું બાળક 200 ફૂટ ઊંડા કૂવામાં ખાબક્યું હતું, જેને રેસ્ક્યૂ ટીમે 10 કલાકની કવાયત બાદ બોરવેલમાંથી બાળકને હેમખેમ બહાર કાઢીને સારવાર અર્થે જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડ્યું હતું. પરંતુ અંતે 20 દિવસથી જીવન-મરણ સામે જંગ લડતો રાજ આજે મોત સામે હારી ગયો છે.
બહાર કાઢ્યો ત્યારથી સ્થિતિ ક્રિટિકલ હતી
બાળકને જીવિત બહાર કાઢ્યા બાદ તે ક્રિટિકલ સ્થિતિમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હતો. જ્યારે બાળકને હોસ્પિટલમાં એડમીટ કર્યો ત્યારથી તેને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. જે પછી છેલ્લા 5 દિવસથી વધુ તબિયત બગડતા ગઈકાલે મોડી રાત્રે તેને હોસ્પિટલ માં અંતિમ શ્વાસ લીધા છે.

કેવી રીતે બની હતી ઘટના ?
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગોવાણા ગામમાં ડાહ્યાભાઇ રણમલભાઇ કરંગિયાની વાડીમાં 200 ફૂટ ઊંડા બોરવેલમાં પરપ્રાંતીય શ્રમિક પરિવારનું બે વર્ષનું બાળક રમતાં રમતાં પડી ગયું હતું. 6 ફેબ્રુઆરીએ સાંજના છ વાગ્યાની આજુબાજુ બોરવેલમાં પડેલા બાળકને રેસ્ક્યૂ 7 ફેબ્રુઆરીએ સવારના ચાર વાગ્યાની આસપાસ હેમખેમ બહાર કાઢ્યું હતું. ખેતરમાં રમી રહેલો રાજ અચાનક ખુલ્લા બોરમાં પડી ગયો હોવાની જાણ થતાં તેનાં પરિવારજનો સહિત આજુબાજુના લોકો દોડી આવ્યાં હતાં અને તંત્રને જાણ કરતાં જામનગર ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ, ફાયર શાખાની ટીમ અને 108ની એમ્બ્યુલન્સો સહિતની ટીમો ઘટનાસ્થળ પર દોડી ગઇ હતી. જ્યારે ટીડીઓ, મામલતદાર તેમજ પોલીસવડા સહિત ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા.


