- પુત્ર સંગ્રામ સાથે ભાજપમાં જોડાઈ શકે છે નારણ રાઠવાઃસૂત્ર
- પિતા – પુત્ર બંનેના ફોન બંધ હોવાથી અટકળોને મળ્યું બળ
- આદિવાસી પટ્ટીમાં કોંગ્રેસને મોટો ફટકો પડવાની શકયતા
લોકસભા ચૂંટણી પહેલાં જોડતોડની રાજનીતિ ચાલી રહી છે. ત્યાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં એક પછી એક નેતાઓ પક્ષ છોડી રહ્યા છે. જ્યાં હવે કોંગ્રેસમાં લોકસભા ચૂંટણી પહેલાં સૌથી મોટો ઝટકો લાગી રહ્યો છે. જેમાં કોંગ્રેસના આદિવાસી પટ્ટી પર સૌથી મજબૂત નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી નારણ રાઠવા પક્ષ છોડી શકે છે.
લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને એક પછી એક ઝટકા લાગી રહ્યો છે. જેમાં છોટા ઉદેપુરથી કોંગ્રેસના વધુ એક નેતા ભાજપમાં જોડાઈ એવો તકતો ઘડાયો છે. લોકસભા ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસના નેતા નારણ રાઠવા ભાજપમાં જોડાઈ શકે છે. પક્ષના ગઠબંધન બાદથી તેઓ નારાજ ચાલી રહ્યા હોવાની અટકળો હતી.
આજે મોડી સાંજથી નજીકના સૂત્રો દ્વારા એવી વાતો સામે આવી રહી છેકે, પુત્ર સંગ્રામ સાથે નારણ રાઠવા ભાજપમાં જોડાઈ શકે છે. તેમજ પિતા – પુત્ર બંનેના ફોન બંધ હોવાથી અટકળોને બળ મળ્યું છે. આદિવાસી પટ્ટીમાં કોંગ્રેસને મોટો ફટકો પડવાની શકયતા રહેલી છે. નોંધનીય છેકે, UPA સરકારમાં કેન્દ્રીય મંત્રી નારણ રાઠવા રહી ચૂકયા છે.


