- જૈન-જૈનોતર સમાજ અને સંસ્થાઓના પ્રતિષ્ઠિત નાગરિકો ઉપસ્થિત
- આશીર્વાદ પ્રવચનમાં આર્યિકા સંગમમતીમાતાજીએ કર્યું
- આધ્યાત્મિક સાધનાના ઘણા દીવા પ્રગટયા છે
ગાંધીનગર દિગંબર જૈન સમાજ દ્વારા ગણિની આર્યિકા સંગમમતી માતાજી સસંઘની ઉપસ્થિતિમાં સંત શિરોમણી આચાર્ય વિદ્યાસાગરજી મહારાજનો વિનયાંજલી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જૈન-જૈનોતર સમાજ અને સંસ્થાઓના પ્રતિષ્ઠિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આશીર્વાદ પ્રવચનમાં આર્યિકા સંગમમતીમાતાજીએ કર્યું હતું કે, પંચમા કાળમાં આચાર્યની ચોથા કાળ સમ સાધનાના શબ્દોમાં વખાણ કરવા મુશ્કેલ છે. તેઓ એવો દીવા છે જેમાંથી આધ્યાત્મિક સાધનાના ઘણા દીવા પ્રગટયા છે. જ્યારે આર્યિકા વિનમ્રમતી માતાજીએ જણાવ્યું હતું કે, જૈન દર્શન એવું છે જે જીવવાની સાથે મૃત્યુને પણ ઉત્સવ બનાવવાની કળા શીખવે છે. જે ક્ષણથી સાધક આધ્યાત્મિક સાધનાના માર્ગ પર પહેલું પગલું ભરે છે, ત્યારથી જ તે મૃત્યુની કળાના અભ્યાસમાં તલ્લીન થઈ જાય છે. આચાર્ય વિદ્યાસાગરજી એવા મહાન સંતોની અદ્યતન શ્રોણીમાં આવે છે જેઓ પ્રતિકૂળ સંજોગોને પણ તેમના આધ્યાત્મિક સાધનામાં અડચણ ન બનવા દેતા. આ પ્રસંગે જૈન યુવાનો દ્વારા આચાર્યશ્રી જીવન પર બનાવેલી શોર્ટ ફ્લ્મિ બતાવવામાં આવી હતી જેમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા અશ્રાુભીની શ્રાદ્ધાંજલિનું દ્રશ્ય પણ સામેલ હતું.


