- જિલ્લા મધ્યસ્થ કમલમ કાર્યાલયમાં બંધ બારણે ચર્ચા
- સંગઠનના હોદ્દેદારો, ધારાસભ્યો સાથે વન ટુ વન બેઠક કરી
- જિલ્લા મધ્યસ્થ કમલમ કાર્યાલય ખાતે દોડી આવ્યા હતા
ખેડા અને આણંદ જિલ્લામાં લોકસભાની ચુંટણીના પડઘમ વાગી રહ્યા છે. ભાજપે બુથલેવલથી લઇને તમામ સ્તરે માઇક્રો પ્લાનીંગ કરી આગળ વધી રહ્યા છે. ત્યારે ખેડા જિલ્લા ભાજપ કમલમ્ ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. 19-ખેડા લોકસભામાં આવતી 7 વિધાનસભાના હોદ્દેદારોની સેન્સ લેવામાં આવી હતી. જેમાં માતર, નડિયાદ, મહેમદાવાદ, કપડવંજ, દસક્રોઇ, મહુધા અને ધોળકા વિધાનસભાનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત સોમવારે આણંદ જિલ્લા ભાજપ કાર્યાલય કમલ્મ ખાતે બપોરે એકાએક પ્રદેશમાંથી ત્રણ નિરીક્ષકો કૌશલ્યાકુંવરબા પરમાર, ઇશ્વરસિંહ પરમાર, ડૉ. ધર્મેન્દ્ર ગજ્જર લોકસભાના ઉમેદવારની પસંદગી માટે આણંદ નાવલી માર્ગ ઉપર આવેલ જિલ્લા મધ્યસ્થ કમલમ કાર્યાલય ખાતે દોડી આવ્યા હતા. જેમાં દાવેદારો ઉપરાંત કાર્યકરો, સંગઠનના હોદ્દેદારો, સરપંચ સહિતનાઓની રજુઆતને મોડીસાંજ સુધી સાંભળી એક અહેવાલ તૈયાર કરી પ્રદેશ મોવડી મંડળને સુપ્રત કરવામા આવનાર હોવાનુ જાણવા મળ્યુ છે. મધ્ય ગુજરાતના શ્વેતનગરી આણંદ લોકસભા બેઠકની આગામી સમયમાં ચુંટણી યોજાનાર હોઇ ભાજપના પ્રદેશ હાઇકમાન્ડે ચુંટણીલક્ષી પુર્વતૈયારીઓનો ધમધમાટ શરૂ કર્યો છે. બેઠકોનો દોર કરી વિપક્ષમા રહેલા સરપંચથી લઇને ધારાસભ્ય સુધીના તમામ હોદ્દેદારોને ભાજપમાં પ્રવેશ આપવાની રણનીતિ ઘડી છે. લોકસભા બેઠક પાંઉં. લાખથી વધુના માર્જીન મતોથી જીતવાના સંકલ્પ સાથે ભાજપે ગામેગામથી લઇ શહેર સુધી, લોકો સુધી પહોંચવાનુ અભિયાન હાથ ધર્યુ છે. ત્યારે આજે પ્રદેશકક્ષાએથી નિમાયેલા કૌશલ્યકુંવરબા પરમાર-પ્રદેશ ઉપાધ્યક્ષ, ઇશ્વરસિંહ પરમાર- પુર્વ મંત્રી, ડૉ. ધર્મેન્દ્ર ગજ્જર, ડૉકટર સેલ-પ્રદેશ કન્વીનર મળી 3 નિરીક્ષકો આણંદ ભાજપના જિલ્લા મધ્યસ્થ કાર્યાલય કમલમ ખાતે બપોરથી બેઠકોનો દોર શરૂ કર્યો હતો. તબક્કાવાર વન ટુ વન દરેક તાલુકા અને ધારાસભ્યો સાથે બેઠક યોજી આગામી ઉમેદવારની પસંદગી માટે કવાયત હાથ ધરી છે.


